મોરબીમાં મચ્છું-2 ડેમ ખાલી કરવાનો હોવાથી બેઠાપુલ નીચે રવિવારે ભરાતી બજાર બંધ રાખવા નગરપાલિકા દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવાયુ છે કે તા.-૧૨/૦૫/૨૦૨૪ રવિવારના રોજ સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-૨ ડેમ રીપેરીંગ કામ અર્થે ખાલી કરવાનો હોય તેનું પાણી નદીના પટમાં આવનાર હોય તેથી નદીના પટ વિસ્તારમાં તથા બેઠા પુલની આસ-પાસના વિસ્તારમાં તથા નીચાણ વાળા વિસ્તારમાં અવર-જવર ન કરવા સુચના આપવામાં આવે છે.

દર રવિવારે બેઠાપુલ નીચે ભરાતી ગુઝરી બજાર પણ ન ભરવા ખાસ સુચના આપવામાં આવે છે. આ બાબતે કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.





























































