Tuesday, March 18, 2025
HomeFeatureગુજરાત શિક્ષણ બોર્ડનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૧.૮૩%, વિજ્ઞાન પ્રવાહનું ૮૨.૪૫ %...

ગુજરાત શિક્ષણ બોર્ડનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૧.૮૩%, વિજ્ઞાન પ્રવાહનું ૮૨.૪૫ % પરિણામ

ગાંધીનગર તા. ૯: ગુજરાત શિક્ષણ બોર્ડે આજે ધોરણ ૧૦ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે. આ વર્ષે ઊંચુ પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ ની સાયન્સ, આર્ટસ અને કોમર્સ સ્ટ્રીમનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ ુુુ.ખ્તજીહ્વ.ર્ખ્તિ પરથી પરિણામ જોઈ શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પરિણામ જાણી શકશે.

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮ર.૪પ ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૧.૯૩ ટકા પરિણામ જાહેર થયું છે. સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ) માં મોરબી જિલ્લાનું સૌથી ઊંચુ ૯ર.૮૦ ટકા જ્યારે છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું પ૧.૩૬ ટકા પરિણામ જાહેર થયું છે.

આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહમાં કુંભાણિયા કેન્દ્રનું સૌથી ઊંચુુ ૯૭.૯૭ ટકા જ્યારે બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું ૪૭.૯૮ ટકા પરિણામ જાહેર થયું છે. સામાન્ય પ્રવાહની વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાનું સૌથી ઊંચુ ૯૬.૪૦ ટકા જ્યારે જૂનાગઢ જિલ્લાનું સૌથી ઓછું ૮૪.૮૧ ટકા પરિણામ જાહેર થયું છે. સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરનું છાલા કેન્દ્રનું સૌથી ઊંચુ ૯૯.૬૧ ટકા જ્યારે ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું પ૧.૧૧ ટકા પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહમાં ર૦ર૩ ની તુલનાએ ૧૬.૮૭ ટકા વધુ પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં એ-૧ ગ્રેડ સાથે ૧૦૩૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે.

વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને એસ.આર. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા પછી ગુણ ચકાસણી, દફ્તર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃઉપસ્થિત થવા માટેની જરૂરી સુચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે તેમ બોર્ડે જણાવ્યું છે.

ઉલ્લેખનિય છે કે, આ વર્ષે ૪,૭૭,૩૯ર વિદ્યાર્થીઓએ એચએસસી-ર૦ર૪ બોર્ડની પરીક્ષા આપી હતી અને ૭,૩૪,૮૯૮ વિદ્યાર્થીઓએ એસએસસી-ર૦ર૪ ની પરીક્ષા આપી હતી. ગત્વર્ષે વિદ્યાર્થીનીઓની પાસ ટકાવારી ૮૦.૩૯ ટકા નોંધાઈ હતી, જ્યારે વિદ્યાર્થીઓની ૬૭.૦૩ ટકાવારી નોંધાઈ હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!