Tuesday, March 18, 2025
HomeFeatureધ્રોલ નજીક જૂની કુમાર છાત્રાલયની જર્જરિત દીવાલ પડતા ચાર બાળકો દટાયા, એકનું...

ધ્રોલ નજીક જૂની કુમાર છાત્રાલયની જર્જરિત દીવાલ પડતા ચાર બાળકો દટાયા, એકનું મોત

રાજકોટ – જામનગર હાઇવે પર આવેલ ધ્રોલ નજીક નુરી હાઈસ્કૂલની સામે જુની કુમાર છાત્રાલયની દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ દીવાલ પડતા ચાર માસુમ બાળકો દટાયા છે. જેમાં એક બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે એક બાળકીને હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે તેમજ અન્ય બે બાળકીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ધ્રોલ નૂરી હાઇસ્કુલ સામે વણકર સમાજની જુની કુમાર છાત્રાલયની દિવાલ પડતા ચાર બાળકો દટાયા ઘટનાની જાણ થતા પોલીસ અને બે જેટલા જેસીબીઓ તેમજ સ્થાનિક લોકો ધટના સ્થળે પહોચ્યા હતા. અને બાળકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેસીબીઓ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ફાયરના જવાનો પણ ધટના સ્થળે જવા માટે રવાના થયા છે.

રાજકોટ- જામનગર હાઇવે પર આવેલ ધ્રોલ નજીક નુરી સ્કૂલની સામે જૂની કુમાર છાત્રાલયની જર્જર દીવાલ તૂટી પડતા ચાર જેટલા બાળકો દટાયા હતા જેમાંથી એક બાળકનું મોત નીપજ્યું છે ત્યારે બે બાળકોને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અને એક બાળકને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!