Monday, February 17, 2025
HomeFeatureહવે UPI દ્વારા બેંક એકાઉન્ટમાં થઈ શકશે કેશ ડિપોઝિટ, RBIની જાહેરાત

હવે UPI દ્વારા બેંક એકાઉન્ટમાં થઈ શકશે કેશ ડિપોઝિટ, RBIની જાહેરાત

યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે

RBIએ હવે ATM પર UPI દ્વારા રોકડ જમા એટલે કે કેશ ડિપોઝિટ કરવાની સુવિધા શરૂ કરવાની યોજના બનાવી છે

ગ્રાહકો ટૂંક સમયમાં જ UPI એપ દ્વારા બેંકો અને ATMમાં કેશ ડિપોઝિટ મશીન (CDMs) પર રોકડ જમા કરાવી શકશે

યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે. જોકે, આપણે મોટાભાગે તેનો ઉપયોગ પૈસા ટ્રાન્સફર કરવા અથવા QR કોડ સ્કેન કરવા અને દુકાનો પર ચૂકવણી કરવા માટે કરીએ છીએ. પરંતુ UPIનો ઉપયોગ ફક્ત પેમેન્ટ કરવા સુધી મર્યાદિત નથી. હવે તમે UPIનો ઉપયોગ કરીને ATMમાંથી કેશ ઉપાડી શકો છો. તમારા જીવનને વધુ અનુકૂળ બનાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ હવે ATM પર UPI દ્વારા રોકડ જમા એટલે કે કેશ ડિપોઝિટ કરવાની સુવિધા શરૂ કરવાની યોજના બનાવી છે. કેન્દ્રીય બેંકે જાહેરાત કરી છે કે ગ્રાહકો ટૂંક સમયમાં જ UPI એપ દ્વારા બેંકો અને ATMમાં કેશ ડિપોઝિટ મશીન (CDMs) પર રોકડ જમા કરાવી શકશે.

UPI દ્વારા ATM પર કેશ ડિપોઝિટ: RBI દ્વારા નવી જાહેરાત શું છે?

5 એપ્રિલ 2024 ના રોજ નાણાકીય નીતિ સમિતિના નિર્ણયોની જાહેરાત કરતી વખતે RBI ગવર્નર શક્તિકાંત દાસે ઉલ્લેખ કર્યો હતો કે, કેશ ડિપોઝિટ મશીનો (CDMs) મારફતે કેશ ડિપોઝિટ મુખ્યત્વે ડેબિટ કાર્ડના ઉપયોગ દ્વારા કરવામાં આવે છે. કાર્ડલેસ કેશથી જે અનુભવ મળ્યો તે જોતા ATM પર UPIનો ઉપયોગ રૂપિયા વિડ્રો કરવાની સુવિધા બાદ હવે UPIનો ઉપયોગ કરીને સીડીએમમાં રોકડ જમા કરાવવાની સુવિધા આપવાનો પ્રસ્તાવ છે. તેમણે કહ્યું હતું કે, બેંકો દ્વારા મૂકવામાં આવેલા કેશ ડિપોઝિટ મશીનો (CDMs) બેંક શાખાઓ પર કેશ-હેન્ડલિંગ લોડને ઘટાડીને ગ્રાહકોની સુવિધામાં વધારો કરે છે. હાલમાં રોકડ જમા કરવાની સુવિધા ફક્ત ડેબિટ કાર્ડના ઉપયોગ દ્વારા જ ઉપલબ્ધ છે. UPIની લોકપ્રિયતા અને સ્વીકૃતિને જોતાં તેમજ ATM પર કાર્ડલેસ કેશ વિડ્રો માટે UPIની ઉપલબ્ધતાના લાભો જોવા મળે છે. તેથી હવે UPIના ઉપયોગ દ્વારા કેશ ડિપોઝિટ કરવાની સુવિધા આપવાનો પ્રસ્તાવ છે. ઓપરેશનલ સૂચનાઓ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.

UPIનો ઉપયોગ કરીને ATM પર કેશ ડિપોઝિટ: તે કેવી રીતે કાર્ય કરશે?

સર્વત્ર ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક અને એમડી મંદાર અગાશેએ જણાવ્યું હતું કે, કેશ ડિપોઝિટ સુવિધા માટે UPIની સક્ષમતા એ UPIનો બીજો નોંધપાત્ર ઉપયોગ છે. હાલમાં કેશ ડિપોઝીટની સુવિધા મેળવવા માટે યુઝરે તેનું ડેબિટ કાર્ડ દાખલ કરવું પડશે, પિન દાખલ કરવો પડશે અને ATM અથવા CDM પર કેશ ડિપોઝિટ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે “ડિપોઝિટ”નો વિકલ્પ પસંદ કરવો પડશે. જોકે, હવે તે એક કાર્ડ-લેસ પ્રક્રિયા બની જશે. જેના માટે યુઝરનું જે-તે બેંક એકાઉન્ટ UPI ઈનેબલ હોવું જોઈશે. આ બેંકિંગ ટ્રાન્ઝેક્શન-સીડીએમને UPI દ્વારા પેમેન્ટ કરવા જેટલું સરળ બનાવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!