પરસોતમ રૂપાલા દ્વારા થોડા સમય પહેલા રાજકોટની અંદર રાજપૂત સમાજ વિશે જે અભદ્ર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો તેને લઈને રાજપૂત સમાજમાં આક્રોશની લાગણી ફેલાય છે અને રાજપુત કરણી સેના દ્વારા પરસોતમ રૂપાલા ની રાજકોટ થી ટિકિટ રદ કરવામાં આવે અને તેને કોઈ જગ્યાએ ટિકિટ ન આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે દરમ્યાન ગઈકાલે ગધેથડ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો ની હાજરીમાં પાટીદાર સમાજના લોકો પણ હાજર હતા.

ત્યારે લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ પોતે બોલેલા શબ્દો માટે જાહેરમાં માફી માગી હતી જોકે આજે મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ચિમકી ઉચારવામાં આવી છે અને તેની ટિકિટ રદ કરવામાં આવી તેવી માંગ કરી છે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે ગઈકાલે જે સમાધાન માટેની બેઠક મળી હતી તેમાં માત્ર ભાજપ સાથે જોડાયેલા રાજકીય આગેવાનો હાજર હતા ત્યાં શક્તિસિંહ ગોહિલ, શંકરસિંહ વાઘેલા વિગેરે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ કોઈ હાજર ન હતા અને આ સમાધાન તેઓને મંજૂર નથી અને પરસોતમભાઇ રૂપાલા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેની ટિકિટ રાજકોટ બેઠક ઉપરથી રદ કરવામાં આવે તેવી માંગણી કરેલ છે. (તસ્વીર: મયુર બુધ્ધભટ્ટી)































