તમામ બસ ઓનલાઇન બુકિંગમાં ઉપલબ્ધ કરાશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા મોરબી વિભાગના મોરબી ડેપો તેમજ વાંકાનેર ડેપો દ્વારા હોળી/ધુળેટી ના તહેવારોને લઈને તમામ મુસાફરોને જવા માટે બસસ્ટેન્ડથી પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંતરામપુર, છોટાઉદેપુર જિલ્લાના મુસાફરોને જવા માટે એક્સ્ટ્રા બસો મુકવાનો નિર્યણ કરવામાં આવ્યો છે. હોળી ધુળેટી તહેવારને ધ્યાને લઈને મુસાફરો માટે તારીખ:-૧૬-૦૩-૨૦૨૪ થી ૨૩-૦૩-૨૦૨૪ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ બસોનું ઓનલાઈન બુકિંગ પણ થશે તેમ રાજકોટ એસ.ટી.વિભાગના વિભાગીય નિયામકની યાદીમાં જણાવ્યું છે.






























































