Monday, February 17, 2025
HomeFeatureમોરબીના યુવા શક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કરાયું

મોરબીના યુવા શક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કરાયું

મોરબીમાં ઈમરજન્સી એટલે યુવા શક્તિ ગ્રુપ જાણીતું છે અને દરેક વિકટ સમયે ભારતીય સેનાની જેમ મોરબીની દરેક જરૂરિયાત સમયે ખડેપગે રહે છે તેમજ પોતાના હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના ધ્યેય સાથે મોરબી તથા રાજકોટમાં 365 દિવસ બ્લડની ઈમરજન્સી જરૂરિયાત પુરી પાડીને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમા બ્લડની જરૂરિયાત ઉભી થવાની સ્થિતિ જણાવવામાં આવતા યુવા શક્તિ ગ્રુપના સભ્યો દ્વારા તાત્કાલિક 10 થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી

જેમાં બ્લડ ડોનેટ કરવામાં ભાઈઓ સાથે સાથે બહેનો પણ હતા તથા યુવા શક્તિ ગ્રુપ દ્વારા કોઈપણ બ્લડ ગ્રુપની ઈમરજન્સી જરૂરિયાત પૂર્ણ કરવાની અવિરત સેવા ચાલુ રહેશે અને હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેટ કરવા  માટે ગ્રુપના હેલ્પલાઇન નંબર 93493 93693 પર સંપર્ક કરવા ગ્રુપના પિયુષભાઈ બોપલીયાએ જણાવ્યુ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!