મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામઘન આશ્રમ ખાતે કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ દ્વારા માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ વર્ષથી લઈને 65 વર્ષ સુધીના બહેનો હાજર રહ્યા હતા આ તકે મહંત ભાવેશ્વરી માં પણ હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે પરીચય પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
મહિલા મંડળના હોદ્દેદારોમાં ગૌરીબેન નાકરાણી, રેવાબેન નાકરાણી, રશ્મિબેન પોકાર, પુષ્પાબેન ડાયાણી, નેહાબેન ભગત, વર્ષાબેન નાકરાણી સહીતના બહેનોએ જહેમત ઉઠાવી હતી અને આ તકે બહેનો માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.