Monday, February 17, 2025
HomeFeatureડીઝીટલ યુગમાં ઈન્ટરનેટ બેંકીંગને વધુ સરળ બનાવવા માટે રિઝર્વ બેન્ક દ્વારા ઈન્ટર...

ડીઝીટલ યુગમાં ઈન્ટરનેટ બેંકીંગને વધુ સરળ બનાવવા માટે રિઝર્વ બેન્ક દ્વારા ઈન્ટર ઓપરેબલ સીસ્ટમ લોન્ચ કરવામાં આવશે

ડીઝીટલ યુગમાં ઈન્ટરનેટ બેંકીંગને વધુ સરળ બનાવવા માટે રિઝર્વ બેન્ક દ્વારા ઈન્ટર ઓપરેબલ સીસ્ટમ લોન્ચ કરવામાં આવશે અને તેમાંથી નેટ બેંકીંગ સવલત અત્યંત આસાન બની જશે. હાલ નેટ બેંકીંગમાં લેવડદેવડ પેમેન્ટ એગ્રીગેટર્સ મારફત કરવામાં આવે છે. રિઝર્વ બેન્કના ગવર્નર શશીકાન્ત દાસે જણાવ્યું હતું કે ઈન્ટર ઓપરેબલ સીસ્ટમ ચાલુ વર્ષમાં જ લોન્ચ કરી દેવામાં આવશે.

આ માટેની તૈયારીઓ કરવામાં આવી જ રહી છે. ઈન્ટરનેટ બેંકીંગમાં એક બેન્કને અલગ અલગ ઓનલાઈન વેપારીઓના દરેક પીએ સાથે અલગથી એકીકરણ કરવું પડતું હોય છે. અનેક વખત બેન્ક ગ્રાહકને ખાસ પીએની જરૂરત ઉભી થતી હોય છે. પીએ (પેમેન્ટ એગ્રીગેટર્સ) યોગ્ય રીતે કામ ન કરે તો પેમેન્ટ કરવામાં ઘણી મુશ્કેલી ઉભી થતી હોય છે.

તમામ બેન્કો માટે દરેક પેમેન્ટ એગ્રીગેટર્સ સાથે એકીકરણ પણ મુક્ત રીતે કયારે ડિઝીટલ પેમેન્ટને સફળ બનાવવા માટે લેવડદેવડના નિયમો નિયત કરવાની જરૂર છે જેનાથી પેમેન્ટ લેવડદેવડમાં સરળતા થઈ શકે આ માટે રિઝર્વ બેન્ક ચાલુ વર્ષમાં ઈન્ટર ઓપરેબલ પેમેન્ટ પ્રણાલી દાખલ કરવાની તૈયારી છે.

નવી પ્રણાલીમાં વેપારીઓને પેમેન્ટમાં સરળતા મળી જશે આ નવી સીસ્ટમ અત્યંત આસાન, ઓછા ખર્ચવાળી અને વધુ સુવિધાજનક હશે. તેઓએ કહ્યું કે ઈન્ટરનેટ બેંકીંગ ઓનલાઈન પેમેન્ટ લેવડદેવડની સૌથી જુની પ્રથા છે. ઈન્ટર ઓપરેબીલીટી 2025 સુધીમાં લાગુ કરવા રિઝર્વ બેંકે ટાર્ગેટ રાખ્યો હતો. આ સીસ્ટમ હેઠળ આવકવેરા વીમા પ્રીમીયમ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં પણ પેમેન્ટ થઈ શકે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!