મોરબીમાં ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 18 ને રવિવારે ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિધાલય, ભીમરાવનગર, વિજયનગર પાસે રોહીદાસપરામાં પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.આ સમૂહ લગ્નોત્સવમાં 15 નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડશે અને ત્યારે સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અગ્રણીઓ તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહેશે અને મોરબીમાં બે દાયકાથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓના શિક્ષણ ફીના લાભાર્થે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેમ સંસ્થાના આગેવાને જણાવ્યુ છે.














































































