કાલથી ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોના આયોજનો: રાજયપાલ આચાર્ય દેવવ્રતજી કાલથી ટંકારામાં: સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદ્રી મુર્મુની ઉપસ્થિતિ: તૈયારીઓનો ભારે ધમધમાટ

મોરબી જીલ્લાના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે તેના માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને આવતીકાલે તા 10 થી ત્રણ દિવસ સુધી જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણેય દિવસ ગુજરાતનાં રાજ્યપાલ હાજર રહેવાના છે જો કે, આ કાર્યક્રમના બીજા દિવસે દેશના વડાપ્રધાન વર્ચ્યુયલ જોડાવાના છે અને છેલ્લા દિવસે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહેવાના છે

તેની સાથે ત્યારે ગુજરાતનાં સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ પણ હજાર રહેવાના છે આ ઉપરાંત કેન્દ્રિય અને રાજયાના મંત્રીઓ સહિતના રાજકીય આગેવાનો અને સંતો મહંતો સહિતના હજારો લોકોએ દરરોજ યોજનારા જુદાજુદા કાર્યક્રમોનો લાભ લેવાના છે

આવતી કાલે શનિવારને 10 તારીખે મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મસ્થળથી કાર્યક્રમના સ્થળ સુધી સવારે 9 વાગ્યે સરઘસ નીકળશે ત્યાર બાદ 10:30 વાગ્યે યજ્ઞના અગ્નિ અને યજ્ઞની સ્થાપના પ્રસંગના સ્થળે કરવામાં આવશે, ધ્વજ રોહણ 11:30 વાગ્યે, મહર્ષિ દયાનંદ સ્મરણ ઉપદેશ ભાવનાત્મક સ્મરણ ત્યાર બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યાર બાદ બપોરે બે વાગ્યેથી સાંસ્કૃતિક કાર્યક્રમ, મહર્ષિ દયાનંદ સ્મરણ સત્ર, સંગીત, આર્ય વીર દળ વ્યાયામ અને બહાદુરી પ્રદર્શન, માતૃશક્તિ દ્વારા સ્મરણ, સાંજે 6:30 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ અને 8:30 વાગ્યેથી ભજન સંધ્યા અને કવિ સંમેલન યોજાશે

ત્યાર બાદ બીજા દિવસે તા 11 ના રોજ સવારે 8:30 થી જુદાજુદા કાર્યક્રમો શરૂ થઈ જશે અને 10:30 થી 12:30 સુધીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ આ કાર્યક્રમમાં જોડાશે તેમજ સ્થળ ઉપર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા હાજર રહેવાના છે ત્યાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમ, મહર્ષિ દયાનંદના કાર્યમાં આપણી જવાબદારી, ગીત પ્રસ્તુતિ, આર્ય સમાજ દ્વારા મહર્ષિ પ્રત્યે કૃતજ્ઞતાનું સ્મરણ કાર્યક્રમ 3:30 વાગ્યેથી શરૂ થશે તેના મુખ્ય અતિથિ યોગ ગુરુ સ્વામી રામદેવજી મહારાજ હાજર રહેવાના છે ત્યાર બાદ સાંજે 5:00 વાગ્યે અંધશ્રદ્ધા એક ઊંડી ખાઈ (મેજિક શો), 1100 યાજ્ઞિકો દ્વારા યજ્ઞ, અને સાંજે 8:30 થી વિશ્વના તમામ આર્યો દ્વારા સામૂહિક સ્મરણ અને સંકલ્પ લેવામાં આવશે અને બાળકો દ્વારા મહર્ષિને સમર્પિત કાર્યક્રમની સાંસ્કૃતિક રજૂઆત કરવામાં આવશે

તો છેલ્લા દિવસે 12 ફેબ્રુઆરીએ 200 મી જન્મજયંતિ મહાયજ્ઞ ત્યાર બાદ 10:00 વાગ્યે મહર્ષિ દયાનંદની વિશ્વને મહાન ભેટ વિડિઓ પ્રસ્તુતિ, વરિષ્ઠ આર્યો દ્વારા મહર્ષિ દયાનંદજીને શ્રદ્ધાંજલિ, બપોરે 12:00 થી 2:00 વાગ્યા સુધી ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ના મુખ્ય અતિથિ સ્થાને કાર્યક્રમ યોજાશે જેમાં રાજ્યપાલ આચાર્ય ડો. દેવવ્રતજી અને સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે ત્યાર બાદ ભજન સંધ્યા અને કાર્યકર્તાઓનો પરિચયનો કાર્યક્રમ યોજાશે આ ભવ્ય કાર્યક્રમમાં ખાસ આકર્ષણોનું કેન્દ્ર બાળકો માટે રમતનું મેદાન, મૂવી હોલ, વિશેષ પ્રદર્શન, ભવ્ય રંગોળી, યુવાનો માટે વિશેષ વ્યાયામ પ્રદર્શન, ઉપયોગી સાહિત્યના વેચાણ માટે ભવ્ય આકર્ષક બજાર અને વ્યવસ્થા, દેશ-વિદેશના નામાંકિત સાધુ-સંતો અને વિદ્વાનોના પ્રેરક પ્રવચનો વુગેરે ઘણું બધું હશે

200 મી સ્મારકની મુખ્ય ઘટનાઓ અને આકર્ષણો
ચતુર્વેદ પારાયણ મહાયજ્ઞ ધ્યાન અને યોગ સાધના સત્ર 10 મી ફેબ્રુઆરીથી 9 મી માર્ચ સુધી, મોટા યજ્ઞ અને અંધશ્રદ્ધા દૂર કરવા પર સવાર-સાંજ સમૂહ સંધ્યા વિશેષ શો, મહર્ષિ દયાનંદના જીવન અને કાર્યો પર આધારિત નાટકોનું મંચન, મહર્ષિ દયાનંદ દ્વારા સ્થાપિત આર્ય સમાજની સાચી ઘટનાઓ પર આધારિત સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, મહર્ષિ દયાનંદના જીવન અને કાર્યો પર આર્ય ગુરુકુળની દીકરીઓ દ્વારા વેદોનું પઠન, પ્રદર્શન વેદ અને વૈદિક પર શંકા નિવારણ કાર્યક્રમ, મહર્ષિ દયાનંદજીને સમર્પિત સાંજના ભજન, ગીતો અને કવિતા, મહર્ષિ દયાનંદજીના કાર્યને આગળ ધપાવવા માટે વિશ્વભરના આર્યોની સામૂહિક શપથ, જ્ઞાન જ્યોતિ તીર્થ ટંકારાનો શિલાન્યાસ કરતા મહર્ષિના વાક્યોની રજૂઆત અને 1925 માં મહર્ષિની જન્મશતાબ્દી નિમિત્તે કરવામાં આવેલ સંસ્મરણોનું સ્મરણ કરીને મહર્ષિના કાર્યને આગળ ધપાવવાનો ભાવનાત્મક સંકલ્પ કરવામાં આવશે

































































