મોરબીના આલાપ પાર્કમાં ગોડાઉન દૂર કરવા માટે કલેક્ટર સુધી અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી તેને ધ્યાને લઈને કલેકટરે ગોડાઉનના દબાણને દૂર કરવાની કાર્યવાહી કરવા નગરપાલિકાને આદેશ કરેલ છે ન્યાયપૂર્ણ કાર્યવાહી કરવા બદલ કલેકટર તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો સોસાયટીના લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો

રવાપર રોડ પર આવેલ આલાપ પાર્કમાં સોસાયટીના બરાબર મેઈન ગેઇટની સામે કોમર્શિયલ દુકાનનો માલ સમાન ઉતારવાનું ગોડાઉન બનાવેલ છે જેથી સોસાયટીના લોકોએ કલેકટર સમક્ષ તેને હટાવવા માટેની રજૂઆત કરી હતી કલેકટરે તા. 25/1/24 ના રોજ આલાપ પાર્કના રહેણાંક વિસ્તારમાંમાં ગોડાઉન બંધ કરવાનો આદેશ કરેલ છે. આ દબાણ દૂર કરવા નગરપાલિકાને કાર્યવાહી કરવા જણાવેલ છે. આ સમગ્ર મામલે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આલપ વાસીઓની સતત સાથે રહ્યા હતા.











































































