Monday, February 17, 2025
HomeFeatureપેટીએમ બાદ વધુ એક કંપની પર તવાઈ ?

પેટીએમ બાદ વધુ એક કંપની પર તવાઈ ?

સરકારે ફિનટેક કંપની BharatPeને નોટિસ મોકલી, સ્થાપક અશ્નીર ગ્રોવર વિશે માહિતી માંગી

ભારત સરકારના કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે ફિનટેક કંપની ભારત પેને નોટિસ જારી કરી છે. આ નોટિસ કંપની એક્ટના સેક્શન 206 હેઠળ જારી કરવામાં આવી છે, જેમાં સરકારે કંપની પાસેથી તેના ફાઉન્ડર અશ્નીર ગ્રોવર વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી વિશે માહિતી માંગી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે કંપની પાસેથી એશનીર ગ્રોવર વિરુદ્ધ દાખલ કરાયેલા ક્રિમિનલ કેસમાં કોર્ટમાં રજૂ કરેલા પુરાવાઓ વિશે માહિતી માંગી છે. ફિનટેક કંપની વર્ષ 2022માં વિવાદમાં આવી હતી જ્યારે કંપનીના સ્થાપક અશ્નીર ગ્રોવરે કોટક ગ્રુપના કર્મચારી વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો અને તેને ધમકી આપી હતી. ખરેખર, કોટક ગ્રુપના કર્મચારી નાયકા કંપનીના IPO દરમિયાન ફાળવણી સુરક્ષિત કરી શક્યા ન હતા. વિવાદ બાદ, અશ્નીર ગ્રોવરે BharatPe ના મેનેજિંગ ડિરેક્ટરના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને કંપનીએ તેના નાણાકીય એકાઉન્ટ્સનું ઓડિટ કરાવવાનું નક્કી કર્યું હતું.

કંપનીએ આરોપો મૂક્યા હતા : ઓડિટ પછી,BharatPe એ અશ્નીર ગ્રોવર, તેની પત્ની અને તેના ભાઈ સામે ભંડોળના દુરુપયોગ અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. કંપનીએ દાવો કર્યો હતો કે અશ્નીર અને તેની પત્નીના કારણે કંપનીને 88.67 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

કંપનીએ નુકસાનની ભરપાઈ કરવા માટે કેસ દાખલ કર્યો હતો. જોકે, અશનીરે પોતાની અને તેની પત્ની પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા હતા. કંપનીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભારતપે ટેક્નોલોજીમાં અશ્નીર ગ્રોવરનું કોઈ યોગદાન નથી.  ફિનટેક જાયન્ટ Paytm પણ આ દિવસોમાં સરકારના રડાર પર છે. રિઝર્વ બેંકે KYC અનિયમિતતાના આરોપમાં Paytm પેમેન્ટ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. ઙફુળિં પેમેન્ટ બેંક સેવાઓ 29 ફેબ્રુઆરી પછી ઉપલબ્ધ રહેશે નહીં.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!