વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે અંદાજ પત્રમાં રૂા.2421 કરોડની જોગવાઈ
રાજયમાં વિવિધ જિલ્લા કક્ષાએ વધુમાં વધુ વિજ્ઞાનને કેન્દ્રો સ્થપાશે
વર્ષ 2024/25ના રાજય સરકારનાં બજેટમાં સરકારે ગુજરાતમાં વધુને વધુ જિલ્લામાં વિજ્ઞાન કેન્દ્રો સ્થાપવા અને તેનો વ્યાપ વધારવા નિર્ણય કર્યો છે. તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ રૂ.2421 કરોડની જોગવાઈ બજેટમાં કરી છે. આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર IT / ITeS સ્ટાર્ટઅપ પોલિસી દ્વારા સંશોધન અને વિકાસને ઉત્તેજન આપવામાં આવશે.
વિજ્ઞાનલક્ષી પ્રદર્શન અને લોકોમાં વિજ્ઞાન પ્રત્યેની અભિરૂચી કેળવવા વિજ્ઞાન કેન્દ્રોનો વ્યાપ વધારી જિલ્લાકક્ષાએ આવા કેન્દ્રો સ્થાપવાનો નિર્ણય કરેલ છે. ચાલુ વર્ષમાં સાયન્સ સિટીની રેકોર્ડ 17 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે, જે આ દિશામાં કરેલા પ્રયત્નોની સફળતા દર્શાવે છે.

સેમિકન્ડકટર પોલિસી અંતર્ગત સહાય માટે ‘924 કરોડની જોગવાઇ. ઇલેક્ટ્રોનિક્સ પોલિસી અંતર્ગત આ ક્ષેત્રના ઉદ્યોગોને સહાય માટે ‘125 કરોડની જોગવાઇ.
આઇ.ટી. પોલિસી અંતર્ગત રોકાણોને આકર્ષી આ ક્ષેત્રના ઉદ્યોગોના વિકાસ માટે ‘40 કરોડની જોગવાઇ.
ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર અને સિક્યુરિટી ઓપરેશન્સ સેન્ટરના માળખાને સુદ્રઢ કરવા અને એડવાન્સ સિસ્ટમ સાથે વિશેષ સુરક્ષા સુનિશ્વિત કરવા માટે ‘102 કરોડની જોગવાઇ.

નવી સ્પેસ ટેક પોલિસી થકી પેલોડ સેટેલાઇટ માટે ડિઝાઇન, ઉત્પાદન અને પરીક્ષણ સુવિધાઓ સ્થાપિત કરીને સ્પેસ મેન્યુફેક્ચરિંગ કંપનીઓની સમગ્ર ઇકોસિસ્ટમને આકર્ષવા ‘60 કરોડની જોગવાઇ.
અંદાજિત ‘450 કરોડના ભારતનેટ પ્રોજેક્ટ ફેઝ-3 હેઠળ રાજ્યથી ગામ સુધીના ફાઈબર ગ્રીડને વધુ અસરકારક બનાવવા રાજ્યના કેબલ ઇન્ફ્રાસ્ટ્રકચરને બાકીના 4860 ગામો સુધી પહોંચાડવા માટે ‘45 કરોડની જોગવાઇ.

ગુજરાત IT / ITeS સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા તેમજ ઉચ્ચ ગુણવત્તાયુકત માનવબળ તૈયાર કરવા ‘10 કરોડની જોગવાઇ.
ડીપ ટેક પ્રોજેક્ટ દ્વારા આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ (IT), મશીન લર્નીંગ (ML), ઈન્ટરનેટ ઓફ થીંગ્સ (IoT) અને ક્લાઉડ જેવા ક્ષેત્રોમાં કમ્પ્યુટીંગ ઈન્ફ્રાસ્ટ્રકચરના માધ્યમથી કસ્ટમાઈઝડ સોલ્યુશન્સ તૈયાર કરવા ‘25 કરોડની જોગવાઇ. બૌદ્ધિક સંપદા અધિકારોને પ્રોત્સાહન, રક્ષણ અને વ્યાપારીકરણ કરવા દરેક જિલ્લામાં આઈ.પી. લેબ અને ઈનોવેશન કેન્દ્રની સ્થાપના કરવા માટે ‘3 કરોડની જોગવાઇ.



































































