કેન્દ્ર સરકારના વચગાળાના બજેટનું કદ 47.66 લાખ કરોડનું રાખવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણામંત્રીએ પેશ કરેલી આંકડાકીય માહિતી પ્રમાણે ઋણ સિવાયની કુલ આવક નવા નાણાંકીય વર્ષ 2024-25માં 30.80 લાખ કરોડનો રહેવાનો અંદાજ છે. કુલ ખર્ચ 47.66 કરોડ રહેશે. ટેક્સ આવક 26.02 લાખ કરોડ અંદાજવામાં આવી છે.

કેન્દ્ર સરકારે રાજ્યોને મૂડી ખર્ચ પેટે વ્યાજ મુક્ત લોન ચાલુ રાખવાની દરખ્સાત કરી છે અને તે પેટે 1.3 લાખ કરોડનો અંદાજ મુકાયો છે. 2025-26 સુધીમાં રાજકોષિય ખાદ્ય 4.5 ટકાથી નીચે લાવવાનો પુર્નોચ્ચાર કરીને નાણામંત્રીએ 2024-25ના નાણાં વર્ષમાં ખાધ જીડીપીના 5.1 ટકા રહેવાનો અંદાજ મુક્યો છે.

નવા વર્ષમાં જામીનગીરી મારફત ગ્રોસ ઋણ 14.13 લાખ કરોડ તથા નેટ માર્કેટ ઋણ 11.75 લાખ કરોડ રહેવાનું અંદાજાયું છે જે 2023-24ની સરખાણીએ ઓછુ રહેશે.
ખાનગી રોકાણમાં વૃદ્ધિ થઇ રહી છે સરકાર ઋણ ઘટાડે એટલે ખાનગી ક્ષેત્ર માટે વધુ લોન પ્રાપ્તિ સંભવ બનશે.

નાણામંત્રી દ્વારા 2023-24ના ચાલુ નાણાં વર્ષ માટે પણ રીવાઇઝડ અંદાજ પેશ કરવામાં આવ્યા છે જે અંતર્ગત ચાલુ વર્ષનો કુલ ખર્ચ 44.90 લાખ કરોડનો અંદાજાયો છે. ઋણ સિવાયની આવક 27.56 લાખ કરોડ રહેશે. તે પૈકી ટેક્સ આવક 23.24 લાખ કરોડ રહેશે. 30.03 લાખ કરોડની મહેસુલી આવક અંદાજ કરતા વધુ રહેશે.



































































