તમામ બ્રીજની જવાબદારી રાજય સરકાર સંભાળે: હાઈકોર્ટ

કોઈપણ બ્રીજ તોડવાનો નથી: આઈકોનીક બ્રીજની ચિંતા પણ સરકાર કરે: ઓરેવા કંપ્નીને પણ ફટકાર: વળતર ચુકવવાથી જવાબદારી પુરી થતી નથી

રાજયના 1441 બ્રીજ સલામત હોવાનો સરકારનો દાવો: ઉપયોગમાં નહિ લેવાતા બ્રીજ બંધ કરાશે

મોરબી પુલની દુર્ઘટના અંગે હાઈકોર્ટમાં હવે ફરી શરૂ થયેલી સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે રાજયના તમામ બ્રીજની જવાબદારી રાજય સરકાર ઉપાડે તેવી સલાહ આપી હતી. મોરબી અને ગોંડલમાં જે રીતે જુના રાજાશાહી સમયના પુલની નબળાઈનો મુદ્દો હાઈકોર્ટ સમક્ષ આવ્યો હતો જેમાં હાઈકોર્ટે મોરબી પુલ દુર્ઘટના અંગે ઓરેવા ગ્રુપ્ની આકરી ટીકા કરી હતી.

જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કઈ રીતે જાળવણી કરે છે તે ખુલ્લુ થયું છે. ગોંડલ બ્રીજની સ્થિતિ અંગે પણ હાઈકોર્ટે ટકોર કરતા કહ્યુંં કે આ બ્રીજ કેટલો નબળો છે તે આપણે સૌ જાણીએ છીએ હાઈકોર્ટે કોઈપણ બ્રીજ તોડવા સામે મનાઈ ફરમાવી છે અને આઈકોનીક બ્રીજની જાળવણી સરકારની જવાબદારી છે.

આ તકે એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે કુલ 1441 બ્રીજની ચકાસણી કરવામાં આવી હતી અને તેઓ યોગ્ય સ્થિતિ હોવાનું બહાર આવ્યું છે. જે બ્રીજ ઉપયોગમાં નથી તેને બંધ કરાશે. હાઈકોર્ટે ઓરેવા ગ્રુપ પર આકરી ટીકા કરતા કહ્યું હતું કે એક વખત વળતર ચુકવી દો એટલે તમારી જવાબદારી પુરી થઈ જતી નથી.