પગરખાકાંડ: મોરબીની વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના છ આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે

કુલ 7 આરોપી જેલમાં ધકેલાયા: પાંચની ધરપકડ હજુ બાકી

મોરબીની રવાપર ચોકડીએ પગાર લેવા માટે ઓફિસે બોલાવીને યુવાનને માર મારી મોઢામાં પગરખું લેવડાવવાના બનાવમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના કુલ 6 આરોપીઓને રીમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે મોરબીમાં અનુ. જાતિના યુવાનને તેનો બાકી નીકળતો પગાર માંગ્યો હતો જેથી તેને રવાપર ચોકડીએ આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પગાર લેવા માટે બોલાવવામાં આવ્યો હતો

ત્યારે તેને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો તેમજ પગારના બદલે મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું તેવી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિત કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી.ડી.રબારી તેમજ અજાણ્યા સાત શખ્સો આમ કુલ મળીને 12 આરોપીઓ સામે ગુનોં નોંધ્યો હતો. આ ગુનામાં આરોપી મયુર ઉર્ફે દેવો દિલીપભાઇ કલોતરા રબારી (ડી.ડી.રબારી)ને પહેલા જેલ હવાલે કરવામાં આવ્યો હતો

ત્યાર બાદ આ ગુનામાં પોલસે આરોપી વિભૂતિ ઉર્ફ રાણીબા હિતેન્દ્રભાઈ સીતાપરા, ઓમ હિતેન્દ્રભાઈ સીતાપરા, રાજ અજયભાઈ પડસારા, પરિક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રિશ જયંતિભાઈ મેરજા અને પ્રીત વિજેન્દ્રભાઈ વડસોલાની ધરપકડ કરી હતી અને આ આરોપીઓના કોર્ટે પહેલી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરેલ હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને તપાસનીસ અધિકારી દ્વારા મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ હાલમાં આરોપી વિભૂતિ ઉર્ફ રાણીબા સહિતના છ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે આ ગુનામાં અત્યાર સુધીમાં પોલીસે કુલ મળીને સાત આરોપીને પકડેલ છે અને તે તમામ આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે