મોરબી: ખાખરાળા મુકામે ઓજસ સ્કિન ક્લિનિક તથા અગ્રેય આયુર્વેદ દ્વારા વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન

મોરબીના ઓજસ સ્કિન ક્લિનિકના કોસ્મેટોલોજિસ્ટ ડૉ. સુમિતા ગોપાણી તથા અગ્રેય આયુર્વેદના ડૉ. ચિંતન ગોપાણી દ્વારા આગામી તારીખ 3-12-2023, રવિવારના રોજ મોરબી તાલુકાના ખાખરાળાં ગામે પ્રાથમિક શાળા મુકામે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચામડીને લગતા રોગોનું નિદાન સાથે વિવિધ પ્રકારના રોગોની નિદાન વિનામૂલ્યે કરવામાં આવશે. જે કોઈ પણ દર્દીઓએ આ કેમ્પનો લાભ લેવા માટે અગાઉ અપોઈન્ટમેન્ટ 7990141672 પર લેવા યાદીમાં જણાવાયું છે.