અવકાશ મિશનમાં વધુ એક ખુશખબરી: આદિત્ય-L1નું પેલોડ કામ કરવા લાગ્યું

અવકાશ ક્ષેત્રે ઇતિહાસ રચનાર ભારતનો આદિત્ય-L1 ઉપગ્રહને પેલોડ આદિત્ય સોલાર વિંડ પાર્ટીક્લ એક્સપરીમેન્ટે કામ કરવાનું શરુ કરી દીધું છે અને નોર્મલ રીતે જ કામ કરી રહ્યાનું જાહેર કરીને ઇસરોએ વધુ એક ખુશખબરી આપી છે. ઇસરો દ્વારા એમ કહેવાયું છે કે આદિત્ય-L1 સૂર્યનું અધ્યપન કરનારી પ્રથમ અંતરિક્ષ આધારિત વેધશાળ છે જે પૃથ્વીની લગભગ 15 લાખ કિલોમીટર દૂર સ્થિત લેંગ્રેજીયન બિન્દુ ‘L1’ની આસપાસથી સૂર્યનું અધ્યપન કરી રહી છે.

આદિત્ય સોલાર વિન્ડ પાર્ટીક્લ એકસપરીમેન્ટ (એએસપીઇએક્સ)માં બે અત્યાધુનિક ઉપકરણ સામેલ છે જેમાં સોલાર વિન્ડ આપન સ્પેકટ્રોમીટર તથા સુપ્રાથર્મલ એન્ડ એનર્જેટીક પાર્ટીક્લ સ્પેકટ્રોમીટરનો સમાવેશ થાય છે. એસટીપીએએસ 10 સપ્ટેમ્બરે શરુ કરવામાં આવ્યું હતું. સોલાર વિન્ડ સ્પેક્ટ્રોમીટર 2 નવેમ્બર 2023ના રોજ સક્રિય થયું હતું અને ધારણા મુજબ જ કામગીરી કરી છે. ઉપકરણો સૌર પવન આપન, ખાસ કરીને પ્રોટોન તથા અલ્ફા કર્ણાનું સફળતાપૂર્વક માપ મેળવ્યું છે.