(કાંજીયા અજય) મોરબી જિલ્લામાંથી જીતેન્દ્રકુમાર હીરજીભાઇ ચાવડા તેમજ નજરૂદીન જુસબમીયા મશાકપુત્રા અને મહમદઉસ્માન કાદરબક્ષ બ્લોચ દ્વારા મોડ થ્રીની પરીક્ષા પાસ કરી પીએસઆઇની પદવી મેળવી. અને હાલ ચાલુ ફરજ પર જ બીજો હુકમ ન થાય ત્યાં સુધી પીએસઆઈ તરીકે પોસ્ટીગ અપાયું
જીતુભાઈ ચાવડા મૂળ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસર ગામના વતની છે પોતે એક સામાન્ય પરિવારમાંથી આવતા હોય ખૂબ જ કઠિન પરિશ્રમ થકી 27/4/1991 ના રોજ પોલીસ કોન્સ્ટેબલ તરીકે અમદાવાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ 5 વર્ષ શહેર ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ, 3 વર્ષ વેજલપુર પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર, 2 વર્ષ નશાબંધી ખાતામાં, પાંચ વર્ષ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર, 1 વર્ષ ટ્રાફિક શાખા અમદાવાદ શહેર , 5 વર્ષ કારંજ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર, 1 વર્ષ ખોખરા પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર, 3 વર્ષ દાણીલીમડા પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર અને ત્યારબાદ તારીખ 1/10/2021 ના રોજ મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના સીટી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી જે હાલ પણ પીએસઆઈ બન્યા ત્યાં સુધી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવી રહ્યા છે
પોતાના વતનમાં જ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બજાવતા પીએસઆઇની પરીક્ષા પાસ કરી અને નસીબ જોગે પીએસઆઇ બન્યા બાદ બીજો હુકમ થાય ત્યાં સુધી પ્રથમ પોસ્ટિંગ પણ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં જ કરવામાં આવ્યું જેથી કહી શકાય કે જીતુભાઈ ચાવડા ને પોતાનું વતન વાંકાનેર ખૂબ જ ફળ્યું.