મોરબીના જલારામ મંદિરે કેક કટિંગ સાથે જલારામ બાપાની જન્મજયંતિ ઉજવાઇ: હજારો લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો

રાજમાર્ગો પરથી વિશાળ શોભાયાત્રા નીકળી: 35 વર્ષથી ચાલતી મહાપ્રસાદની પરંપરાનાં યજમાન એક જ પરિવાર બન્યો

સંત સિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપાની 224મી જન્મ જયંતિની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી છે ત્યારે છોટે વિરપુર તરીકે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જાણીતા મોરબીમાં જલારામ પ્રાર્થના મંદિર ખાતે કેક કટિંગ કરીને જલારામ બાપાની 224મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી અને ત્યારે લોકોના ઘરમાં 24 કલાક અજવાળા પથરતા વીજ કંપનીના લાઇન મેનોના હસ્તે કેક કટિંગ કરવામાં આવ્યું હતું ત્યારે જલારામ મંદિર જય જલરામના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને મોરબીમાં આ વર્ષે જલારામ બાપાની 224મી જન્મજયંતિ નિમિતે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે મોરબીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો હજારો લોકોએ લાભ લીધો હતો

શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જલારામ જયંતિ ના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજની વિશેષ વ્યક્તિઓને આમંત્રીત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવામા આવે છે. તે પ્રથાને જાળવી રાખીને આ વર્ષે 24 કલાક લોકોના ઘરમાં અજવાળા રહે તેના માટે રાતદિવસ કામ કરતાં વીજ કંપનીના લાઇન મેનોને બોલાવવામાં આવ્યા હતા અને તેના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવામા આવી હતી ત્યારે વીજ કંપનીના અધિકારી પણ હાજર રહ્યા હતા આ તકે રાજ્ય માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને કેક કટીંગ સાથે જલારામ બાપાના ગગન ભેદી નાદથી મંદિર ગુંજી ઊઠયું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગિરીશભાઈ ઘેલાણી, નીર્મીતભાઈ કકકડ, નરેન્દ્રભાઈ રાચ્છ, ભાવિનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, દીપકભાઈ પોપટ સહીતના આગેવાનો દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી

ત્યાર બાદ બપોરે ત્રણ વાગ્યાથી મોરબીના જલારામ મંદિરેથી મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી જે સરદાર રોડ, નગર દરવાજ ચોક, રવાપર રોડ, શનાળા રોડ અને સવાસર પ્લોટ મેઇન રોડ ઉપર આવેલ દશાશ્રી માળીની વાડી ખાતે પૂરી કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો સહ પરિવાર જોડાયા હતા અને ચાર કલાક કરતાં પણ વધુ સમય સુધી મોરબીના મુખ્ય માર્ગો ઉપર આ શોભાયાત્રા ફરી હતી અને ત્યારે શહેરના માર્ગો પણ જય જલારામના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને સાંજે મોરબીના છેલ્લા 35 વર્ષ જેટલા સમયથી જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા મોરબીમાં જલારામ જયંતીના દિવસે જે રીતે મોરબીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષે પણ મોરબીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો હજારો લોકોએ લાભ લીધો હતો અત્રે ઉલેખનીય છે કે, દર વર્ષે સમાજના જુદાજુદા લોકો પાસેથી જે આર્થિક સહયોગ મળે તેના આધારે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે જો કે, આ વર્ષે મોરબીમાં વૈભવ ફટાકડાના નામથી જાણીતા ધિરાજભાઈ વાલજીભાઇ હીરાણી અને તેનો પરિવાર મહાપ્રસાદનો યજમાન બનેલ હતો અને એક જ પરિવારના આર્થિક સહયોગથી મોરબીમાં જલારામ જયંતિના દિવસે મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભૂપતભાઇ રવેશીયા, નરેન્દ્રભાઈ પોપટ, જમનભાઇ હિરાણી, શૈલેષભાઈ પોપટ, સી.પી.પોપટ, કલ્પેશભાઇ રવેશીયા સહિતના સમાજના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.