જૂનાગઢ: મહિલા ફેડરેશન અને ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા નારીશક્તિને ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-09-2023

શ્રી મારું કંસારા મહિલા મંડળ જૂનાગઢ:તા: ૩૦/૯/૨૩.સૌરાષ્ટ્ર માં સૌ પ્રથમ વખત જૂનાગઢ મહિલા ફેડરેશન અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા નારીશક્તિ ને ઉજાગર કરતો એક કાર્યક્રમ યોજાઈ ગયો.

લોકસભા માં અને વિધાનસભા માં મહિલાઓ ને ૩૩ ટકા આરક્ષણ આપવા બદલ તા.૨૮-૯-૨૩ ના રોજ જૂનાગઢ ની ૩૩ જેટલી મહિલા સંસ્થાઓ દ્વારા ધન્યવાદ સમારોહ યોજાઈ ગયો.આ પ્રસંગે ભૂપેન્દ્રભાઈ પટેલ ને સ્મૃતિચિન્હ અપૅણ કરી આવકાર આપવામાં આવ્યો. તેઓએ મહિલાઓ ને ઉપયોગી અનેક યોજનાઓ વિશે જાણકારી આપી.આ સમારોહ માં શ્રી મારું કંસારા મહિલા મંડળ ના પ્રમુખ અને તેમની ટીમ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં બહેનોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

શ્રી મારુ કંસારા મહિલા મંડળના પ્રમુખ ક્રિષ્નાબેન બારમેડાએ જણાવ્યું હતું કે ધારાસભ્ય સંજયભાઈનો આભાર કે તેઓએ અમારી કંસારા જ્ઞાતિની ઓળખ ને ઉજાગર કરી, અને એ તકે અમને આમંત્રણ આપ્યું આપણે અનામત માટે વિનંતી પત્ર લખીને મોકલીએ છીએ પણ કંસારા એટલે કોણ? એની બીજા લોકો ને જાણ પણ હોતી નથી, ત્યારે આ એક મોકો મળ્યો હતો આપણા સમાજની બહેનો દ્વારા ઓળખ અપાવવાનો અને આ સમયે અમે આપણી એકતા બતાવવાનો સુંદર અને સફળ પ્રયાસ કર્યો હતો. ધન્યવાદ એ દરેક બહેનોનો ખૂબ ખૂબ આભાર: ક્રિષ્ના બારમેડા