ભારતના AI એ ચેટ જીપીટીને મહાત કરી: NEET સહિતની પરીક્ષા પાસ કરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-09-2023

માઈક્રોસોફટના એઆઈ ટુલ ચેટજીપીટીથી વિશ્ર્વમાં અનેક નોકરીઓ ખતરામાં છે અને હોલીવુડમાં તો સ્ક્રીપ્ટરાઈટરથી લઈને ડાયલોગ લખનાર હડતાલ પર ઉતર્યા છે તે સમયે બેંગ્લોર સ્થિત એક આઈટી સ્ટાર્ટર બીઓન્ડ એ ભારતીય ચેટ જીપીટી બનાવીને માઈક્રોસોફટને મહાત આપી છે.

એટલુંજ નહી આ ઈન્ડીયન આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ ટુલ દ્વારા ભારતમાં લેવાતી તબીબી પ્રવેશ માટેની નેશનલ એલીજીબીલીટી કમ એન્ટરન્સ ટેસ્ટ અને તેની પીજી ટેસ્ટ પણ 98.4 ટકા એકયુરસી સાથે પાસ કરી છે. આ ઉપરાંત ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સના પોસ્ટ ગ્રેજયુએટ પ્રોગ્રામ એકઝામ પણ તેણે 74.5 ટકા સાથે પસાર કર્યો છે.

તો અમેરિકાની મેડીકલ લાયસનીંગ એકઝામીનેશન આ ભારતીય ટુલ દ્વારા 98.4 ટકા માર્કસ સાથે પાસ કરી છે. એટલું જ નહી તેણે આ બાબતમાં માઈક્રોસોફટના ચેટ જીપીટી-4 તેમજ ગુગલના એઆઈ ટુલ ને પણ પાછળ રાખી દીધુ છે. આ સ્ટાર્ટઅપ બીઓન્ડના સ્થાપક અનિરુદ્ધ મિશ્રાએ માઈક્રોસોફટ અને ગુગલ બંનેને આ રીતે મહાત કર્યા છે એટલું જ નહી તેનું આ ટુલ ભવિષ્યમાં આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સ માટે એક નવો પ્રોગ્રામ પણ લઈ આવ્યું છે.

મિશ્રાએ કહ્યું કે, અમે 1500 જેટલા હેલ્થ ક્ધસલ્ટન્ટની મદદથી આ ટુલ તૈયાર કર્યુ છે અને તે આરોગ્ય ક્ષેત્રે ખૂબજ એકયુરેટ ગણવામાં આવે છે. આ મેઈડ ઈન ઈન્ડીયા એઆઈએ ભારતીયોના પરંપરાગત આરોગ્ય સીસ્ટમ સાથે જોડાયેલું છે અને તેથી તે વધુ એકયુરેટ બન્યુ છે.

આ માટેની ડેવલપરની ટિમમાં ડેટા સાયન્ટીસ્ટ મેડીકલ પ્રોફેશનલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તેને તમે કોઈપણ રોગના પ્રાથમીક લક્ષણો આપો કે તુર્ત જ તે રોગ પારખી શકશે.