PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે વાંકાનેર ખાતે યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-09-2023

(અજય કાંજીયા) ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહ અંતર્ગત આયોજિત વાંકાનેર ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ

વાંકાનેર ના રાજવી અને રાજ્યસભા ના સાંસદ કેસરિદેવસિંહજી ઝાલા ના માર્ગદર્શન હેઠળ વાંકાનેર યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું હતું.

આ કેમ્પમાં મોરબી જિલ્લા મંત્રી ભગીરથસિંહ ઝાલા, વાંકાનેર શહેર યુવા મોરચા પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, અને તાલુકા યુવા ભાજપ પ્રમુખ હરેશભાઈ મદ્રેસાણીયા, શહેર યુવા મહામંત્રી નિતેશ પાટડિયા, શહેર યુવા મોરચા ઉપપ્રમુખ ઋષીરાજસિંહ ઝાલા, તાલુકા યુવા મોરચા ઉપપ્રમુખ કે. બી.ઝાલા તેમજ કાર્યક્રમમાં પ્રદેશના હોદ્દેદારશ્રીઓ જિલ્લાના હોદ્દેદારશ્રીઓ તથા તાલુકા સંગઠન પ્રમુખ તથા તેમની ટીમ તાલુકા પંચાયત પ્રમુખ તથા તેમની ટીમ તાલુકા તેમજ શહેરના વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રી તેમજ હોદ્દેદારો તથા તમામ ભાજપ પરિવાર વાંકાનેરના સદસ્યો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.