સૌરાષ્ટ્રને મળી પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેટ: પી.એમ. નરેન્દ્ર મોદી વર્ચ્યુલી લીલી ઝંડી આપી કરશે ઉદ્ઘાટન

સૌરાષ્ટ્રને મળેલ પહેલી વંદે ભારત ટ્રેનની ભેટનો વાંકાનેરને લાભ મળશે, સવારે 5:30 વાગ્યે જામનગર

થી શરૂ થતી ટ્રેન 10:10 એ અમદાવાદ પહોંચશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-09-2023

સૌરાષ્ટ્રને પહેલી વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે, જે જામનગરથી અમદાવાદ વચ્ચે દોડશે, જે ટ્રેનને જામનગરથી અમદાવાદ વચ્ચે છ સ્ટોપ આપવામાં આવ્યા છે, જેમાં જામનગરથી રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી અને અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન દોડશે. સૌરાષ્ટ્રને મળેલી પ્રથમ વંદે ભારત ટ્રેનનું રવિવારે જામનગરના હાપા રેલવે સ્ટેશનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી વર્ચ્યુઅલ રીતે જોડાઈ ફ્લેગ ઓફ કરી હતી. તેમજ વંદે ભારત ટ્રેનને જામનગરના હાપા રેલવે સ્ટેશનથી સાંસદ પૂનમબેન માડમ ફ્લેગ ઓફ આપશે.

વાંકાનેર વાસીઓ માટે આનંદના સમાચાર એ છે, કે સૌરાષ્ટ્રની પહેલી વંદે ભારત ટ્રેનને વાંકાનેર સ્ટેશન ખાતે સ્ટોપેજનો લાભ મળ્યો છે. જેમાં આવતીકાલ રવિવારના તા.24 થી હાપાથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થશે. આ ટ્રેન વહેલી સવારે 5:30 વાગ્યેથી રવાના થશે અને સપ્તાહમાં છ દિવસ ટ્રેન દોડશે. ત્યારબાદ વંદે ભારત ટ્રેનનું રાજકોટ ખાતે સ્ટોપ વખતે સ્વાગત થશે. તેવી જ રીતે વાકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતીમાં સ્ટોપ સમયે સ્વાગત કરાશે. જ્યારે અમદાવાદ ખાતે ટર્મિનલ સ્વાગત કરાશે

જામનગરથી 5:30 વાગ્યે ટ્રેન નીકળી રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર વિરમગામ થઈને સાબરમતી સવારે 10:10 કલાકે પહોંચશે. તેમજ ચારથી સાડા ચાર કલાકમાં જ અમદાવાદથી જામનગર અને જામનગરથી અમદાવાદ પહોંચી શકાશે. વધુમાં સાબરમતીથી સાંજે છ વાગે નીકળશે વંદે ભારત એક્સપ્રેસ જે રાત્રીના 10:30 કલાકે જામનગર પહોંચી જશે. તેમજ વંદે ભારત ટ્રેનમાં આઠ કોચ હશે, જે જામનગર સહિત સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ જ સારી રીતે અને સમયસર મુસાફરી થઈ શકે તે માટે આશીર્વાદ સમાન પુરવાર થશે. (સંકલન: અજય કાંજીયા)