દિવાળીની તૈયારી શરૂ! સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત તરફના વતનીઓ આનંદો! સુરત ST વિભાગે કર્યું મોટું આયોજન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-09-2023

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલનાં મુસાફરો પોતાનાં વતનમાં જઇ પરિવાર સાથે હર્ષ ઉલ્લાસથી દિવાળીનો તહેવાર ઉંઝવી શકે તે માટે આગામી 7 નવેમ્બરથી 11 નવેમ્બર સુધીનાં સમયગાળામાં કુલ 2500 જેટલા એકસ્ટ્રા બસો દોડાવવાનું નક્કી કરાયુ છે.

આગામી દિવાળીના તહેવારમાં સુરત એસ.ટી વિભાગ દ્વારા 2500 જેટલી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. પંચમહાલ, સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ, ઉત્તર ગુજરાતનાં લોકોનો બધું લાભ થશે. જેનું બુકીંગ પણ આજથી શરૂ થઈ ગયું છે.

સુરત એસ.ટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલનાં મુસાફરો પોતાનાં વતનમાં જઇ પરિવાર સાથે હર્ષ ઉલ્લાસથી દિવાળીનો તહેવાર ઉંઝવી શકે તે માટે આગામી 7 નવેમ્બરથી 11 નવેમ્બર સુધીનાં સમયગાળામાં કુલ 2500 જેટલા એકસ્ટ્રા બસો દોડાવવાનું નક્કી કરાયુ છે.

જેમાં હાલમાં સુરતની રેલવે સ્ટેશનની બાજુમાં આવેલી જુની વિભાગીય કચેરી સીટકો અને મેટ્રો રેલનાં કામનાં કારણે બંધ જેવી હાલતમાં હોવાથી સૌરાષ્ટ્ર તરફ જવા ઇચ્છતા મુસાફરો માટે વરાછામાં ધારૂકાવાળા કોલેજ કંમ્પાઉન્ડ, રામચોક મોટાવરાછા તેમજ પંચમહાલ, દાહોદ, ઝાલોદનાં પ્રવાસીઓ માટે સુરતની સીબીએસની સામે જિલ્લા પંચાયતનાં મેદાનમાંથી, એ જ રીતે અમદાવાદ અને ઉત્તર ગુજરાતની બસ પણ ત્યાંથી જ રવાનાં કરવામાં આવશે.