મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસો.ના પ્રમુખ પદે વિનોદભાઇ ડાભી બિનહરીફ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-09-2023

મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિશનના હોદેદારોની ટર્મ પૂરી થઈ છે જેથી તાજેતરમાં મીટિંગ રાખવામા આવી હતી જેમાં જિલ્લા પેટ્રોલિયમ એસોસિશનના પ્રમુખ પદે વિનોદભાઈ નાથાભાઈ ડાભીની બિનહરીફ વરણી કરવામાં આવી છે સેક્રેટરી પદે અનિલભાઈ બુદ્ધદેવની વરણી કરવામાં આવેલ છે જેથી કરીને તમામ સભ્યો સહિતના તરફથી પ્રમુખને અભિનંદન મળી રહ્યા છે