મોરબી જિલ્લા વિકાસ અધિકારી  ડી.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ ચકમ૫ર ગામે દબાણો દૂર કરાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-09-2023

મોરબી જિલ્લાના ચકમ૫ર ગામે ગૌચરના સર્વે નંબર ૬૮૩/પૈકી ૧ તથા ૫૭૧/પૈકી ૧ દબાણદારોએ બાંઘકામ તેમજ ખેડવાણ લાયક દબાણો ઉભા કર્યા હતા.

આ દબાણ દુર કરવાની કાર્યવાહી મોરબી જિલ્લા વિકાસ અધિકારી  દિગ્વિજયસિંહ ડી. જાડેજા (I.A.S.)ના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત સાથે (૧) મોરબી તાલુકા વિકાસ અઘિકારી (ર) ચીટનીશ વ તાલુકા વિકાસ અઘિકારી (દબાણ) (૩) જિલ્લા પંચાયત સમાજ કલ્યાણ અઘિકારી  તથા (૪) જિલ્લા પંચાયત કચેરી લીગલ એડવાઇઝર  વગેરેની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આ દબાણો હટાવવાની કાર્યવાહી અન્વયે ચકમ૫ર ગામે દબાણદારોના પાકા મકાનો, વંડા તેમજ ખેડવાણ જમીન એમ આશરે રૂ. ૬ કરોડ જેટલી કિંમતના કુલ ૨૨ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.