રિઝર્વ બેંકના નિર્દેશો અનુસાર, કોઈ પણ બેંકના ગ્રાહકે મહત્તમ 21 રૂપિયા ચાર્જ આપવો પડશે. દેશની મોટાભાગની બેંક એક મહિનામાં એટીએમથી મહત્તમ 5 ફ્રી ટ્રાન્ઝેક્શની છૂટ આપે છે. આ મર્યાદા માત્ર એક મહિના માટે હોય છે
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-08-2023દેશની બધી પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટરની બેંકો તેના ગ્રાહકોને દર મહિને એક નક્કી નંબરમાં એટીએમમાં ફ્રી ટ્રાન્ઝેક્શનની પરવાનગી આપે છે. જો કોઈ ગ્રાહક એક મહિનાની નક્કી મર્યાદાથી વધારે વખત એટીએમમાંથી રૂપિયા નીકાળે છે તો તેને તેના માટે ચાર્જ આપવો પડે છે. રિઝર્વ બેંકના નિર્દેશો અનુસાર, કોઈ પણ બેંકના ગ્રાહકે મહત્તમ 21 રૂપિયા ચાર્જ આપવો પડશે. દેશની મોટાભાગની બેંક એક મહિનામાં એટીએમથી મહત્તમ 5 ફ્રી ટ્રાન્ઝેક્શની છૂટ આપે છે. આ મર્યાદા માત્ર એક મહિના માટે હોય છે.
PNB એટીએમ ચાર્જ- પંજાબ નેશનલ બેંક તમને મેટ્રો અને નાના શહેરોમાં તેના એટીએમમાંથી દર મહિને 5 મફત ટ્રાન્ઝેક્શનની છૂટ આપે છે. ત્યારબાદ ગ્રાહકોના રૂપિયા નીકાળવા પર કે એટીએમનો પિન બદલવા પર 10 રૂપિયા ચાર્જ આપવો પડશે. PNB અન્ય બેંકોના એટીએમ પર મેટ્રો શહેરોમાં ત્રણ અને નોન મેટ્રો શહેરોમાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે. ત્યારબાદ ગ્રાહકોને રૂપિયા નીકાલવા પર 21 રૂપિયા અને જીએસટી તેમજ 9 રૂપિયા ચાર્જ આપવો પડે છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના એટીએમ પર 25,000 રૂપિયાથી વધારે બેલેન્સવાળા એકાઉન્ટ પર 5 મફત ટ્રાન્ઝેક્શન આપે છે. આમાં નાણાકીય અને બિન નાણાકીય બંને શામેલ છે. આ મર્યાદાથી વધારે ટ્રાન્ઝેક્શન પર 10 રૂપિયા ચાર્જ આપવો પડશે. જ્યારે, અન્ય બેંકોના એટીએમ કાર્ડથી એસબીઆઈના એટીએમમાં રૂપિયા નીકાળવા પર પ્રતિ ટ્રાન્ઝેક્શન 20 રૂપિયા પ્લસ જીએસટી આપવો પડશે.
ICICI બેંક એટીએમ ચાર્જ- બેંક તેના એટીએમ ધારકોને દર મહિને 3 મફત ટ્રાન્ઝેક્શન આપે છે. મર્યાદા બાદ એટીએમ પર દરેક બિન નાણાકીય ટ્રાન્ઝેક્શન માટે 8.5 રૂપિયા અને દરેક નાણકીય ટ્રાન્જેક્શન માટે 21 રૂપિયાનો ચાર્જ આપવો છે.
HDFC બેંક એટીએમ ચાર્જ- બેંક તેના એટીએમ ધારકોને દર મહિને 5 મફત ટ્રાન્ઝેક્શન આપે છે. મર્યાદા બાદ એટીએમ પર દરેક બિન નાણાકીય ટ્રાન્ઝેક્શન માટે 8.5 રૂપિયા અને દરેક નાણકીય ટ્રાન્જેક્શન માટે 21 રૂપિયાનો ચાર્જ આપવો છે.