મોરબીની રિયલ ક્રિકેટ એકેડેમી ખાતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો પ્રેક્ટિસ કરશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-06-2023

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર આવેલ રિયલ ક્રિકેટ એકેડેમી ખાતે સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો પ્રેક્ટિસ માટે આવી રહ્યા છે. ત્યારે મોરબીની રિયલ ક્રિકેટ એકેડેમીના ખેલાડીઓને તેની સાથે પ્રેક્ટિસ કરવાનો અને રમવાનો મોકો મળશે.

મોરબીની રિયલ ક્રિકેટ એકેડેમી ખાતે ભારતીય ટીમના ચેતન સાકરીયા (આંતરરાષ્ટ્રીય ખેલાડી) અને સૌરાષ્ટ્રના રણજી ટ્રોફીના ખેલાડી હાર્વિક દેસાઈ પ્રેક્ટિસ કરવા આવી રહ્યા છે. અને એક દિવસ નહીં ચારથી પાંચ દિવસ તેઓ ત્યાં પ્રેક્ટિસ કરશે ત્યારે મોરબીના આંગણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો આવી રહ્યા છે જેથી કરીને મોરબીના ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અને ખાસ કરીને રિયલ ક્રિકેટ એકેડેમી તરફથી મોરબીના ક્રિકેટ પ્રેમીઓને ચેતન સાકરીયા અને હાર્વિક દેસાઈની ક્રિકેટ પ્રેક્ટિસ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ બંને ખેલાડીઓ રવિવારે સાંજે મોરબી આવી ગયા છે અને ચારથી પાંચ દિવસ સુધી રીયલ ક્રિકેટ એકેડમી ખાતે જ પ્રેક્ટિસ કરવાના છે.

E-paper ડાઉનલોડ કરવા ઉપરના ન્યૂઝ પેપરની ઇમેજ પર ક્લિક કરો