મોરબીમાં ઓડિશા રેલ દુર્ઘટનાના દિવંગતોને કીડિયારું પૂરી શ્રદ્ધાંજલિ અર્પણ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-06-2023

મોરબીના પર્યાવરણ પ્રેમી એવા કડીવાર બંધુઓએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અને ઓડિશાના બાલાસોરમાં સર્જાયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે કીડીયારું પૂર્યું હતું.

મોરબીના પર્યાવરણ પ્રેમી વિપુલ કડીવાર અને સાગર કડીવારે આજે ટ્રેન દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ માટે કીડીયારું પૂરીને પ્રાર્થના કરી હતી. કુલ 51 નાળિયેરમાં કીડીયારું પૂરીને જંગલમાં જમીનમાં ખાડો કરીને 51 જગ્યાએ આ નાળિયેર દાટી દેવામાં આવ્યા હતા.

E-paper ડાઉનલોડ કરવા ઉપરના ન્યૂઝ પેપરની ઇમેજ પર ક્લિક કરો