મોરબી: INDIAN LIONESS CLUB ના પ્રમુખ અને તેમની ટિમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે ત્રિવેણી સંગમ કાર્યો કરાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-06-2023

તારીખ  5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે Indian Lioness club morbi પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચા અને તેમની ટીમ દ્વારા મોરબીના સામા કાંઠા વિસ્તાર (મોરબી 2) મા આવેલા યોગેશ્વર મંદિર એ ત્રિવેણી સંગમ જેવા 3 કાર્યો કરાયા….

જેમાં પ્રથમ જન જાગૃતિ માટે વૃક્ષ/પર્યાવરણ બચાવો ના અલગ અલગ સ્લોગન બનાવી અલગ અલગ વિસ્તારોમાં આવેલાં વૃક્ષ પર લગાવવામાં આવ્યાં, ત્યારબાદ કોલડ્રિન્ક ની વેસ્ટેજ બોટલ માં તુલસી ના રોપા રોપી તેનું વિતરણ કરવામાં આવ્યું તથા આ કાળઝાળ ગરમીમાં મૂંગા જીવ ગાય અને કૂતરા ને પાણી પીવા માટે 25 કુંડી નું વિતરણ કરવામાં આવ્યું હતું. મેમ્બર્સ એ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

આ સાથે હાલમાં ઓડિશા માં થયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 300 જેવા લોકો ના આત્મા ની શાંતિ માટે 2 મિનિટ નું મૌન પાળી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી..

E-paper ડાઉનલોડ કરવા ઉપરના ન્યૂઝ પેપરની ઇમેજ પર ક્લિક કરો