જામનગરના પ્રખ્યાત હ્યદયરોગના નિષ્ણાંત ડૉક્ટર ગૌરવ ગાંધીનું દુઃખદ અવસાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-06-2023

(મલકેશ બુધ્ધભટ્ટી દ્વારા) જામનગરના પ્રખ્યાત હ્યદયરોગના નિષ્ણાંત ડૉક્ટર ગૌરવ ગાંધીએ અનેક દર્દીઓની સારવાર કરી છે. તેઓ મિલનસાર સ્વભાવના અને માનવતાવાદી ડૉક્ટર હતા. અનેક દર્દીઓને તેમના દર્દની સચોટ નિદાન અને સારવાર કરી જામનગર શહેરના લોકોમાં ખુબજ ચાહના પ્રાપ્ત કરી હતી. તેઓનું આજે હ્યદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થતા શોકની લાગણી વ્યાપી ગયી હતી. દિવ્યક્રાંતિ મીડિયા પરિવાર સ્વ. શ્રી ડૉ. ગૌરવ ગાંધી સાહેબની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ અર્પે તેમજ તેમના પરિવારજનોને આ દુઃખની ઘડીમાં પ્રભુ સહનશક્તિ આપે તેવી પ્રાર્થના સાથે શ્રદ્ધા સુમન અર્પણ કરે છે.

E-paper ડાઉનલોડ કરવા ઉપરના ન્યૂઝ પેપરની ઇમેજ પર ક્લિક કરો