મોરબીમાં શાળા બહાર વિદેશી દારૂનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-06-2023

મોરબી શહેરના પંચાસર રોડ પર સ્કૂલ બહાર પાર્કિંગમાં ગાડીમાં દારૂૂનો જથ્થો રાખી વેચાણ કરતા ઈસમને દબોચી લઈને પોલીસે ઈંગ્લીશ દારૂૂની 76 બોટલ જપ્ત કરી કાર અને દારૂૂ સહીત 1.75 લાખની મત્તા કબજે લીધી છે તો અન્ય આરોપીનું નામ ખુલતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર રોડ પર ફોર વ્હીલ કારમાં ઈંગ્લીશ દારૂૂ રાખી એક ઇસમ સત્યમ સ્કૂલ બહાર પાર્કિંગમાં ઈંગ્લીશ દારૂૂનું વેચાણ કરતો હોવાની બામતી મળી હતી જેથી ટીમે સ્થળ પર રેડ કરી હતી જેમાં કારમાં સવાર ઈસમને નીચે ઉતારી કારની તલાશી લેતા કારની ડેકીમાંથી ઈંગ્લીશ દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે વ્હીસ્કી નંગ 36 કીમત રૂૂ 13,500 તેમજ અન્ય બ્રાંડની વ્હીસ્કી બોટલ નંગ 40 કીમત રૂૂ 12,000 મિલને કુલ ઈંગ્લીશ દારૂૂની બોટલ નંગ 76 કીમત રૂૂ 25,500 તેમજ વરના કાર કીમત રૂૂ 1.50 લાખ મળીને કુલ રૂૂ 1,75,500 ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે

જે કારમાં સવાર આરોપી નિકુંજ ભરત કાવર રહે રાજનગર પંચાસર રોડ મોરબી વાળાને ઝડપી લીધો છે જે દારૂૂનો જથ્થો મોન્ટુ પલ્લવ રાવલ રહે શકત શનાળા તા. મોરબી વાળો આપી ગયાની કબુલાત આપતા આરોપી મોન્ટુ રાવલ વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

E-paper ડાઉનલોડ કરવા ઉપરના ન્યૂઝ પેપરની ઇમેજ પર ક્લિક કરો