ભાવનગરમાં વીજળીનાં કડકા ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ, અનકે વિસ્તારમાં પાણી ભરાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-06-2023

ભાવનગર શહેરમાં આજે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર તૂટી પડ્યો છે. શહેરમાં 41 ડિગ્રી ગરમી વચ્ચે એકાએક વરસાદ શરૂ થયો હતો. ભાવનગર શહેરમાં મેઘગર્જના સાથે વરસાદ શરૂ થયા સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભાવનગરમાં વિજળીનાં કડકા ભડાકા અને પવન સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ થતાં શહેરનાં જસોનાથ સર્કલ નજીક હોર્ડિંગ્સ બોર્ડ ધરાશયી થયા છે. જોકે હોર્ડિંગ્સ બોર્ડ ધરાશયી થવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.

ભાવનગર શહેરમાં અનકે વિસ્તારમાં પાણી ભરાયાની સાથે શહેરમાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ છે તો શહેરનું આજે તાપમાન 41 ડિગ્રી રહેવા પામ્યું હતું. બપોર સુધી 41 ડિગ્રી ગરમી બાદ સાંજે પાંચ વાગ્યે એકાએક વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.

E-paper ડાઉનલોડ કરવા ઉપરના ન્યૂઝ પેપરની ઇમેજ પર ક્લિક કરો