મોરબી પાલિકાની બેદરકારી કોઈનો જીવ લે તો નવાઈ નહિ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-05-2023

મોરબીમાં પાલિકાનો વિવાદ હંમેશા ચરમસીમા પર હોય છે અવાર નવાર પાલિકાના પાપે રાહદારીઓ વાહનચાલકો ભાગ બનતા હોય છે ત્યારે શહેરના અયોધ્યાપુરી મેઈન રોડ પર સિલ્વર ગેરજ નજીક નગરપાલિકાની ખુલ્લી ગટરમાં યુવાન ખાબક્યો હતો ખુલ્લી ગટરમાં યુવાન પડી જતા હાથ પગમાં ઇજા થઇ હતી

અહિંથી પસાર થતા રાહદારીઓ વાહનચાલકોએ યુવાનને ખુલ્લી ગટર માંથી કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા ત્યારે પ્રશ્ન એ છે કે હજુ શહેરમાં આવી કેટલી ખુલ્લી ગટરો છે જેના ઢાંકણા નથી પ્રજાને વારંવાર પડતી મુશ્કેલીઓમાંથી ક્યારે મુક્તિ મળશે તે મોટો પ્રશ્ન છે.

E-paper ડાઉનલોડ કરવા ઉપરના ન્યૂઝ પેપરની ઇમેજ પર ક્લિક કરો