મોરબીમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા સંસ્કાર સિંચન વિષય પર શિબિર યોજાશે

તા. 2 જૂન, શુક્રવારના રોજ, ત્રિ-મંદિર મુકામે સવારે 9 થી 5 વચ્ચે યોજાશે શિબિર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-05-2023

મોરબીમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા રાજપૂત સમાજની દીકરીઓ માટે સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘના હોદેદારોએ માહિતી આપતા જણાવ્યુ છે કે નવલખી રોડ પર આવેલા ત્રિમંદિર ખાતે આગામી તા. ૨ જૂન ને શુક્રવારે સવારે ૯ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી રાજપૂત સમાજની દીકરીઓ માટે સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજપૂત ક્ષત્રિય સમાજની ૧૪ થી ૨૫ વર્ષની દીકરીઓ તથા નવપરણિત મહિલાઓ ભાગ લઈ શકશે. આ શિબિરમાં રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘના અનુભવી વક્તાઓને માર્ગદર્શન આપવામાં આવશે આ શિબિરમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફી ૫૦ રૂપિયા રાખવામાં આવી છે. અને બહેનો માટે ભોજનની ત્યાં જ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને આ શિબિરનો વધુમાં વધુ બહેનો લાભ લે તેવી અપીલ આયોજકો દ્વારા કરવામાં આવી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા સંઘનાપ્રદેશ અધ્યક્ષ દશરથબા મહેન્દ્રસિંહ પરમાર, કાર્યકારી અધ્યક્ષ જયશ્રીબા પી. જાડેજા અને પ્રદેશ મ.મંત્રી નિતાબા ગોહિલ, મોરબી જિલ્લા મહિલા સંઘના પ્રમુખ જયશ્રીબા મહાવીરસિંહ ઝાલા અને તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે

E-paper ડાઉનલોડ કરવા ઉપરના ન્યૂઝ પેપરની ઇમેજ પર ક્લિક કરો