મોરબીમાં પોલીસ-રેવન્યુ અને ડોક્ટર-પત્રકારોની ટીમ વચ્ચે ફ્રેન્ડલી મેચ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-05-2023

સામાન્ય રીતે પોલીસ અધિકારી અને કર્મચારીઓ રાત દિવસ જોયા વગર સતત માનસિક તણાવ હેઠળ કામગીરી કરે છે ત્યારે પોલીસ વિભાગની ટીમ સ્પીરીટ જળવાઈ રહે અને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચેની સાંકળ વધુ મજબૂત બને તે માટે થઈને સમયાંતરે જુદી જુદી રમતગમત અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે

તેવી જ રીતે હાલમાં મોરબી નજીકના સાદુળકા ગામે આવેલ સર્વોપરી સ્કૂલના ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોરબી ડિસ્ટ્રીક પોલીસ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મોરબી જિલ્લામાંથી જુદા જુદા પોલીસ મથકો અને જુદી જુદી શાખાની કુલ મળીને આઠ ટીમો વચ્ચે ચાર દિવસ સુધી રાત્રિ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં અવાયું છે અને શુક્રવારે સાંજે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું મોરબી જિલ્લાના કલેક્ટર જી.ટી. પંડ્યા તેમજ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

રેવન્યુ વિભાગની ટીમ વચ્ચેના મેચમાં ભારે રસાકસી વચ્ચે પોલીસની ટીમ વિજેતા બની હતી જ્યારે ડોક્ટર અને પત્રકાર વચ્ચેની ફ્રેન્ડલી ક્રિકેટ મેચમાં ડોક્ટરોની ટીમે વિજય મેળવ્યો હતો. વિજેતા ટિમો સહિત ચારેય ટીમના કેપ્ટન તેમજ મેચમાં સારો દેખાવા કરનારા ખેલાડીઓને કલેકટર, એસપી, ડીએસપી વગેરે અધિકારીઓના હસ્તે શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજન મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા તથા તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

E-paper ડાઉનલોડ કરવા ઉપરના ન્યૂઝ પેપરની ઇમેજ પર ક્લિક કરો