મોરબી નામદાર કોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-04-2023

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આજે નામદાર મોરબી કોર્ટે ઓરેવા ગ્રુપના મેનેજીંગ ડિરેકટર જયસુખ પટેલની જામીન અરજી ના મંજુર કરવામાં આવતા તેઓનો જેલવાસ લંબાયો છે.

મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોના મૃત્યુ મામલે ઓરેવા ગ્રુપના બે મેનેજર સહિત 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ પુરાવા મળ્યે તપાસનીશ અધિકારી દ્વારા ઝૂલતા પુલનું સંચાલન કરનાર ઓરેવા કંપનીના મેનેજીંગ ડિરેકટર જયસુખ પટેલને મુખ્ય આરોપી દર્શાવી ધરપકડ કરી પૂરક ચાર્જશીટ ફાઇલ કરવામાં આવ્યું હતું.

આ ચકચારી કેસમાં ચાર્જશીટ રજૂ થયા બાદ આરોપી જયસુખ પટેલે જામીન ઉપર મુક્ત થવા નામદાર મોરબી કોર્ટ સમક્ષ અરજી કર્યા બાદ સરકાર પક્ષે એસ.કે.વોરા અને બચાવપક્ષે એડવોકેટ નાણાવટી અને વર્માએ ધારદાર દલીલો કરી હતી જે બાદ નામદાર મોરબી કોર્ટે આજે જામીન અરજી અંગે ફેંસલો સંભળાવી ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલની જામીન અરજી ના મંજુર કરતા જયસુખ પટેલનો જેલવાસ લંબાયો છે.