મોરબીમાં સર્વ હિન્દૂ સમાજ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રા, ઓરકેસ્ટ્રા સાથે ભજન સંધ્યા યોજાઇ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-03-2023

ભગવાન રામની સાત ફૂટની ભવ્ય મૂર્તિ સાથે શોભાયાત્રામાં નીકળી હતી જેમાં હનુમાનજીની પણ મૂર્તિ રાખવામા આવી હતી અને આ શોભાયાત્રા મહારાણા પ્રતાપ સર્કલથી શરૂ કરવામાં આવી હતી અને તેમાં મોરબી માળીયાના ધારાસભાયા કાંતિભાઈ અમૃતિયા અને ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, વાંકાનેરના જીતુભાઇ સોમાણી સહિતના રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો હાજર રહ્યા હતા

અને આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ નટરાજ ફાટક, ત્રિકોણ બાગ, ગેસ્ટ હાઉસ રોડ, પરાબજાર, નવા ડેલા રોડ, સાવસર પ્લોટ, રામચોક, નવા બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક, રવાપર રોડ, એચડીએફસી બેન્કની ચોકડી, ગાંધીચોક થઈને નહેરુ ગેઇટ ચોક ખાતે પૂરી કરવામાં આવી હતી આ શોભાયાત્રાનું ઠેરઠેર મોરબ્ના દરેક વિસ્તારમાં જુદાજુદા જ્ઞાતિ, સમાજ અને સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

જુદાજુદા રામજી મંદિરોમાં મહાઆરતી, પૂજા અર્ચના સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને છેલ્લે મોરબીના નહેરુ ગેઇટ ચોકમાં લાઈવ ઓરક્રેસ્ટ્રા, ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સહિતના જુદાજુદા હિન્દુ સંગઠનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી