મોરબીમાં શિંગોળાના લોટની પૂરી ખાધા બાદ 30થી વધુને ઝેરી અસર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-03-2023

મોરબીમાં આળસુ તંત્રના કારણે અનેક લોકો ફરાળી શિંગોળા લોટનો ભોગ બન્યા મોરબીમાં જુદા જુદા વિસ્તારની અંદર રામનવમીના તહેવાર નિમિત્તે ફરાળી લોટની પૂરી બનાવીને ખાધા બાદ લોકોને ઉલટી અને ચક્કર આવવા લાગતા તાત્કાલિક હોસ્પિટલ એ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મોરબીના નાની વાવડી, બગથળા, ગાળા, આ સહીત મોરબી શહેરના આલાપ રોડ, અવધ સોસાયટી સહીત અનેક વિસ્તારમાંથી લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મોરબીની પ્રાઇવેટ હોસ્પિટલોમાં અત્યાર સુધીમાં અંદાજિત 30થી વધુ લોકોને અસર થવા થી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે હાલ તો આ તમામ દર્દીઓને મોરબી જિલ્લાની પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે બનાવની જાણ થતા મોરબી આરોગ્યની ટીમો પણ અલગ અલગ હોસ્પિટલોની અંદર સારવાર રહેલા ર્દીઓની નોંધણીઓ કરી રહી છે.

રામ નવમી પર્વે લોકો દ્વારા ઉપવાસ કરતા હોય છે જોકે ઉપવાસ દરમિયાન કરાળ માં આ પ્રકારનો ભેળ સેળ યુક્ત પદાર્થ ખાઈ લેતા લોકોના આર્રોગ્ય પર ગંભીર અસર થઇ હતી.