મોરબીના ગોરખીજડીયા ગામે અલખધણી ગૌશાળામાં અખંડધૂન યોજાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-03-2023

મોરબી નજીકના ગોરખીજડીયા ગામે આવેલી અલખધણી ગૌશાળામાં તા.1 એપ્રિલના રોજ 24 કલાક અખંડધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. ઝાલાવાડની મંડળી 24 કલાકની અખંડધૂનનું કરશે આ તકે ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી અખંડધૂનમાં ઉપસ્થિત રહેવા અલખધણી ગૌશાળાના અંબારામ ભગત અને મુકેશ ભગતે આમંત્રણ આપ્યું છે