શ્રી મારુ કંસારા સોની સમાજના કલાસાધકોને એક મંચ પર લાવવા સેતુરૂપ બનતું ‘કલાવૃંદ’

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-03-2023

કચ્છ: મારુ કંસારા સોની સમાજના કલાસાધકોને જોડતો સેતુ એટલે ‘કલાવૃંદ’ જેમાં સરસ્વતી તેમજ કલાના દેવતા એવા વિશ્વકર્મા દાદાની અસીમ કૃપા સમાજના પર હોય એમ જ્ઞાતિમાં અસંખ્ય કલાકારો જે કલાના દરેક ક્ષેત્રમાં છે. સંગીત, નૃત્ય, ચિત્ર, તેમજ સાહિત્યકારો કે કવિઓ વગેરે…એમાંય કેટલાય કલાકારો તો આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય લેવલે પોતાની કલા બતાવી જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે. જેમ મોર એમના સુંદર પીંછા વડે શોભે છે તેમ આ કલાવૃંદ ગ્રુપ તેમના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સિદ્ધિ પ્રાપ્ત કલાકારોથી શોભી રહ્યું છે. આ ગ્રુપમાં નાના બાળકો થી લઇ મોટી ઉંમરના સૌ કોઈ પોતાની કલા રજુ કરે છે. સમાજના આવા કલારત્નોને એક સુવ્યવસ્થિત પ્લેટફોર્મ મળી રહે તેમજ તેમની કલા દેશ વિદેશમાં પ્રસિધ્ધ થાય એવા ઉમદા હેતુથી નખત્રાણાના મહેશભાઈ સોની (ચિત્રકાર)ને એક ઉત્તમ વિચાર આવ્યો કે આવા કલાકારોને એક મંચ પર લાવીએ તેઓનું એ સ્વપ્નને સાકાર કરવા તેમને ‘કલાવૃંદ આર્ટ ગ્રુપ’ સમાજ સમક્ષ મૂક્યું તેના માધ્યમથી ઘણા કલાકારો કલાના રસિકો જોડાયા.

જેમાં અનેક આંતરરાષ્ટ્રીય/રાષ્ટ્રીય કક્ષાએ પરફોર્મન્સ આપનાર કલાકારો જેવાકે મયુર પોમલ,આશના બાર મેડા, કે જય સોની સહિત ઘણા એવા નામોનો સમાવેશ કરી શકાય છે. બાર મહિનાની સફર સફળતા પૂર્વક પૂરી કરવાની આરે પહોંચેલા કલાવૃંદ આર્ટ દ્વારા વીતેલા વર્ષ માં અનેક કલાકારો લક્ષી કાર્યક્રમો કરી કલાકારોના ઉત્સાહમાં વધારો કરેલ. જેમાં લગભગ દરેક તહેવાર જેમકે જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ, રાષ્ટ્રીય પર્વ ૨૬ જાન્યુઆરી કે ૧૫ ઓગષ્ટ હોય દરેક તહેવારે કઈક ને કઈક નવા જ પ્રકારનું આયોજન કલાવૃંદ ગ્રુપ દ્વારા થતું રહે છે. સૌ પ્રથમ કલાવૃંદના સ્થાપક મહેશ ભાઈ સોનીનીએ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના માધ્યમ થકી અનેક કલાકારોને કલાવૃંદમાં જોડી કલાકારોના એક્બીજાની ઓળખાણનો સેતુ બનાવ્યો. જેનાથી અનેક કલાકારો પરિચયમાં આવ્યા. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ ,રાજસ્થાન ,સાઉદી અરેબિયા, અમેરિકા વગેરેથી મારુ કંસારા સોની સમાજના અનેક કલારત્નો તેમાં જોડાયા.

જ્ઞાતિના ખૂબ લોકપ્રિય તેમજ ખૂબ ફેલાવો ધરાવતા મેગેઝિન ” જ્ઞાતિસેતુ “એ વિશેષ રસ લઈ કલાકારોને પ્રોત્સાહિત કરવા કલાકારોને સમર્પિત એક વિશેષ દિવાળી અંક “કલા સાધક ” ખૂબ જ મહેનતથી બહાર પાડ્યો હતો.

જેમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી QR કોડ દ્વારા ફોટો કે વિડિયો દર્શાવી અંક બહાર પાડ્યો જેમાં જ્ઞાતિ સેતુના તંત્રી અતુભાઈ સોની, જ્ઞાતિ સેતુના ચેરમેન મનુભાઈ કોટડીયાએ ખૂબ ચીવટ પૂર્વક અંક પ્રકાશિત કર્યો એમાં મહેશભાઈ સોની નખત્રાણા (કલાવૃંદ ગ્રુપના સ્થાપક)ની પણ મુખ્ય ભૂમિકા રહી. જે અંકને જ્ઞાતિજનોને ખૂબ પસંદ પડ્યો ને ભરપૂર વખાણ્યો. જ્ઞાતિસેતુ દ્વારા અંક બહાર પડાયો પરંતુ દરેક કલાકારો માત્ર અંકની છપાયેલ ફોટો કે નામ માત્રથી ઓળખતા હતા. આ બધા કલાકારો જો એક બીજાના રૂબરૂ પરિચયમાં આવેતો સંબધો વધુ મજબૂત બને એવું મહેશ ભાઈને જણાયું ત્યારે મહેશભાઈ સોનીએ કલાવૃંદના કલાકારોના “પરિચયનું મિલન” કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી થયું. અને અંતે નખત્રાણાની સોની સમાજવાડી ખાતે એક ખુબ સરસ એવો ”પરિચય મિલન” કાર્યક્રમનું સફળ આયોજન થયુ.

આ કાર્યક્રમમાં કચ્છ ઉપરાંત અમદાવાદ સુધીના કલાકારોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. એમાંય કલાકારોને વધુ પ્રોત્સાહન મળી રહે એ હેતુસર મોરબીના દિવ્યક્રાંતિના એડિટર ઈન ચીફ જયદેવભાઈ બુદ્ધભટ્ટી , મયુર ભાઈ બુદ્ધભટ્ટી, રાધેશ ભાઈ બુદ્ધભટ્ટીએ વિશેષ રસ લઈ મોરબીથીએ કાર્યક્રમનું સ્પેશ્યલ કવરેજ કરી કાર્ય ક્રમમાં ચાર ચાંદ લગાવી દીધો હતો.

આ કાર્યક્રમનો વિડિઓ જોવા માટે નીચે આપેલ ટેબ પર ક્લિક કરો

આ ગ્રુપમાં મયુર પોમલ કે જેઓના મ્યુઝિકલ કાર્યક્રમો દેશ વિદેશમાં પણ યોજાઈ રહ્યા છે . તેમના કાર્યક્રમમાં બોલિવૂડના સિંગર પણ પરફોર્મન્સ આપતા હોય છે. આશના બારરમેડા કે રિયા બારમેડા ના ભરતનાટ્યમ્ ના કાર્યક્રમો પણ દેશ વિદેશમાં યોજાઈ ચૂક્યા છે. ચિત્રમાં નખત્રાણાના જય સોનીએ પણ નાની વયમાં ચિત્રો વડે રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાના ઘણા એવોર્ડ કે સન્માનપત્ર મેળવ્યા છે. પાર્થ કંસારા ( નખત્રાણા) પણ વાઈલ્ડ લાઇફ ફોટો ગ્રાફી ક્ષેત્રે આંતર રાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી છે સાહીત્ય ક્ષેત્રમાં ડો. મહેન્દ્ર છત્રારા ના પુસ્તક નું વિમોચન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલ. અન્ય સાહિત્યકારો ધારા બારમેડા પણ રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધામાં. ઘણીવાર પ્રથમ ક્રમાંક મેળવી ચૂકી છે . અન્ય સાહિત્યકારો કિશોર ભાઈ બારમેડા , પૂજા કટ્ટા, કવિતા સોની, કવિતા સોલંકી, અંજના પોમલ ,બીના કંસારા,દેવ સોની, સમીર પરમાર,ક્રિષ્ના બુદ્ધભટ્ટી, ભાવિન બુધ્ધભટ્ટી વગેરે સહિત અસંખ્ય નામો લઈ શકાય. તો ચિત્રમાં સીમા સોલંકી, દીપા બુદ્ધ, રિવા બારમેડા,આર્મી બારમેડા, યામિશા બારમેડા,અમી સોની જેવા ઘણા કલાકારો ચિત્ર ક્ષેત્રમાં નામના ધરાવે છે. સીંગિંગ ક્ષેત્રમાં પણ સંખ્યા મોટી છે.જેમાં પૂજા કટ્ટા, નિશા સાકરીયા, શ્રુતિ છત્રારા ,જીજ્ઞા સાકરીયા,કવિતા સોલંકી, પ્રિન્સી કટ્ટા, કિશોર બારમેડા, દિવ્યેશ છત્રારા વગેરે નો સમાવેશ કરી શકાય. સોના ચાંદીના વાસણો પર જીણવટ ભર્યું નકશીકામ કરતા હરીશ ભાઈ સોલંકીનું નકશીકામ પણ દેશ વિદેશ માં પ્રસિધ્ધ થયું છે રોગાન કામના જ્ઞાતિના એકમાત્ર કલાકાર આશિષ ભાઈ એ હાલમાં રામ દરબાર નું બનાવેલ રોગાન આર્ટ નું ચિત્ર ખૂબ પ્રસિધ્ધિ પામ્યું .જે લગભગ ત્રણ મહિનાની જહેમત બાદ પૂર્ણ થયું. મહેંદી કલાના પણ અનેક કલાકારો પૈકી માનસી સોની, મીરા સોની-અંજાર, આરતી સોની-અંજાર, સુહાની વિસા પરમાર ,આશા સોની વગેરે ઘણા નામો પણ લઈ શકાય. મેકઅપ ક્ષેત્રે પણ ઘણા નામો સામે આવે જેમકે પૂજા કટ્ટા, માનસી સોની, સુહાની વિશા પરમાર સહિત અનેક નામો ઘણી શકાય. રંગોળી કલામાં દિવ્ય ક્રાંતિ ન્યૂઝના જયદેવ ભાઈ બુદ્ધભટ્ટી નું નામ અગ્રેસર લઈ શકાય.

કલાવૃંદ ગ્રુપના રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત કલાકારોની તસ્વીરી ઝલક