મોરબીઃ ક્રિકેટની પ્રેક્ટિસ મેચ બાદ યુવકને છાતીમાં દુઃખાવો ઉપડ્યો, સારવાર દરમિયાન મોત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-03-2023

મોરબીઃ રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ક્રિકેટ રમતી વખતે કે પછી રમ્યા બાદ યુવકોનાં મોત થવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. રાજકોટ બાદ આવો જ એક વધુ કિસ્સો મોરબીમાંથી સામે આવ્યો છે. મોરબનીના હળવદનાં માયાપુર ગામમાં રહેતા અશોક કંઝારીયાનું પ્રેક્ટિસ મેચ રમ્યા બાદ મોત નીપજ્યું હતું. ક્રિકેટ રમ્યા બાદ આ યુવકની તબિયત લથડી હતી. જે બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું હતું. મહત્વનું છે કે, ગુજરાત સરકારના પંચાયત ગૃહ ગામ નિર્માણ ગ્રામ વિકાસ દ્વારા આગામી 26-31 માર્ચ સુધી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. બળંવત રાય મહેતાના સ્મરણાર્થે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટને લઈ ખેલાડીઓ પ્રેક્ટિસ મેચ રમી રહ્યા હતા. એ પછી યુવકની તબિયતની લથડી હતી અને તેનું મોત નીપજ્યું હતું.

ક્રિકેટ રમ્યા બાદ યુવકનું મોત

છેલ્લાં કેટલાંક દિવસોથી યુવકોમાં કાર્ડિયાક અટેક કે હાર્ટ અટેકના કિસ્સામાં વધારો થયો છે. આ રીતે મોત થવાના કેટલાંક કિસ્સાઓ સામે આવી ચૂક્યાં છે. પહેલાં રાજકોટમાં એક યુવકનું ક્રિકેટ રમતી વખતે મોત નીપજ્યું હતું. ત્યારે મોરબીના હળવદમાંથી પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અહીં એક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી મોરબી જિલ્લા પંયાયતની ક્રિકેટ ટીમ માટે પ્રેક્ટિસ મેચનું આયોજન મોરબી પાસે આવેલાં ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખેલાડીઓ પ્રેક્ટિસ મેચ રમી રહ્યા હતા. મેચ બાદ યુવા ક્રિકેટર અશોક કંઝારીયાની તબિયત લથડી હતી. તેમને ઉલટી અને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જે બાદ તાત્કાલિક તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.

ટુર્નામેન્ટ રદ્દ કરાઈ

મહત્વનું છે કે, યુવા ક્રિકેટર અશોક કંઝારીયા ગ્રામ સેવક તરીકે પણ ફરજ બજાવતા હતા. તેમનું અચાનક મોત નીપજતાં પરિવાર સહિત ક્રિકેટ પ્રેમીઓમાં શોક છવાયો હતો. આ રીતે યુવા ખેલાડીનું મોત નીપજ્યા બાદ ક્રિકેટ રમતા અન્ય ખેલાડીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ ઘટના બાદ સ્વ. બળંવત રાય મહેતાંના સ્મરણાર્થે યોજાવા જઈ રહેલી ટુર્નામેન્ટ પણ રદ્દ કરવામાં આવી છે અને તે આગામી 15 એપ્રિલના રોજ રમાશે. આ સિવાય જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, મેડિકલ ટેસ્ટ કર્યા બાદ જ ખેલાડીઓએ ક્રિકેટ રમવા ઉતરવું જોઈએ.