મોરબીમાં ગેરકાયદે ચાલતા કતલખાના, નોનવેજની લારી બંધ કરાવવા માગ

જિલ્લા હિન્દુ યુવા વાહિની દ્વારા કલેકટરને રજૂઆત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-03-2023

રાજ્યમાં તેમજ મોરબીમાં ચાલતા ગેરકાનૂની કતલખાના, ઈંડા, મટનની ચિકનની લારીઓ તેમજ દુકાનો બંધ કરાવવા મોરબી જીલ્લા હિન્દુ યુવા વાહિની દ્વારા કલેકટરને લેખિત રજુઆત કરવામાં આવી છે.

મોરબી જીલ્લા હિન્દુ યુવા વાહિની દ્વારા કલેકટરને લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી જિલ્લા તાલુકા શહેર ચાલતા કતલખાના બે રોકટોક કોઈ પણ મંજૂરી વગરના ચાલતા ગેરકાનુની કતલખાના તેમજ જાહેર રસ્તા ઉપર કોઈપણ જીવની હત્યા કરવા ઉપર પ્રતિબંધ છે હાઇકોર્ટ દ્વારા પણ કાર્યવાહી કરવાનું આદેશ છે

છતા પણ ઉપરોક્ત સ્થળો ઉપર સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈ કડક અમલવારી કરવામાં આવતી નથી. જેથી ખુલ્લેઆમ જીવોની હત્યા થઈ રહી છે જેનાથી નમો જીવદયા પ્રેમી લાગણી દુભાઈ રહી છે તેમ છતાં રસ્તા ઉપર ખુલલ્લેઆમ કતલ કરવામાં આવી રહ્ય છે નામદાર હાઇકોર્ટના હુકમ બાદ પણ પરવાના વગર ગેરકાયદેસર ચાલતા આવા કતલખાના કોની મહેરબાની ચાલે છે તેના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જાહેર રોડ રસ્તા ઉપર તેમજ જાહેર ધાર્મિક સ્થળોની આજુબાજુમાં મંજૂરી વગર તમામ ગેરકાયદેસર નોનવેજની લારીઓ તથા દુકાનો તાત્કાલિકના ધોરણે બંધ કરાવવામાં આવે તેમજ નામદાર કોર્ટના આદેશનું કડક પાલન થાય તેવી હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા દ્વારા મોરબી જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિકના ધોરણે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.