PM મોદીએ લોન્ચ કરી આ ખાસ App: હવે ન તો પાઈપલાઈન તૂટશે અને ન તો ઈન્ટરનેટ કનેક્શન કપાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-03-2023

Call Before U Dig App: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ સાથે પીએમ મોદીએ Call Before U Dig મોબાઇલ એપ પણ લોન્ચ કરી છે. આ એપ શું છે અને કેવી રીતે કામ કરશે, ચાલો તમને આ વિશે માહિતી આપીએ.

કૉલ બિફોર યુ ડિગ એપ શું છે?

CBuD એટલે કે Call Before u Dig એ એક મોબાઈલ એપ્લિકેશન છે જે ભારત સરકારના સંચાર મંત્રાલયના ટેલિકોમ વિભાગની એક મોટી પહેલ છે. આ મોબાઈલ એપ લાવવા પાછળનો હેતુ એ છે કે ખોદકામ કરતી કંપનીઓ ખોદકામનું કામ શરૂ કરતા પહેલાં કઈ કેબલ (ઈલેક્ટ્રીસીટી કેબલ) કે વાયર (ટેલિકોમ કંપનીના વાયર વગેરે) અથવા કઈ પાઈપલાઈન સપાટી નીચે નાખવામાં આવી છે તે અંગે આ એપ દ્વારા પૂછપરછ કરી શકશે.