મોરબીમાં સગીરાના અપહરણ-દુષ્કર્મના કેસમાં સચિન ચુનારને 10 વર્ષની જેલ સજા

2019 ના બનાવમાં પોકસો કોર્ટનો ચૂકાદો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-03-2023

મોરબીમાં વર્ષ 2019 માં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે કેસ મોરબીની સ્પેશયલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીને 10 વર્ષની સજા અને 18 હજારનો દંડ ફટકાર્યો છે. મોરબીમાં રહેતી સગીરાને તેની માતા ટ્યુશનમાં મૂકી આવી હતી ત્યાર બાદ સગીરા ગુમ થયેલ હતી

જેથી પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી અને દરમ્યાન અમદાવાદમાં સગીરાના મામાના ઘર પાસે રહેતા સચિન દિપક ચુનારા નામનો શખ્સ લગ્નની લાલચ આપીને અપહરણ કરીને લઈ ગયો હોવાનું સામે આવ્યું હતું અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું આ બનાવની સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આરોપી સચિન દિપક ચુનારાની એ ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસ મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવેએ રજૂ કરેલ 9 મૌખિક અને 25 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને જજ ડી.પી. મહિડાએ આરોપી સચિન દિપક ચુનારાને આઇપીસી કલમ 363 માં 3 વર્ષની સજા અને 3000 નો દંડ, કલમ 366 માં 5 વર્ષની સજા અને 5000 નો દંડ તેમજ કલમ 376 (2) એન હેઠળ 10 વર્ષની સજા અને 10 હજારનો દંડ કર્યો છે અને જો દંડ ન ભરે તો વધુ નવ માસની કેદની સજા ફટકારી હતી અને સગીરાને કંપન્સેશનના ચાર લાખ અને આરોપી દંડની રકમ ભારે તો તે 18 હજાર પણ સગીરાને ચૂકવવા આદેશ કર્યો છે.