મોરબી મેઇન પોસ્ટઓફિસ ખાતે આધારકાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માટેનો કેમ્પ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-03-2023

મોરબી મેઇન પોસ્ટ ઓફિસ ખાતે આજ તા.22 થી 24 એમ ત્રણ દિવસ આધાર કાર્ડમાં મોબાઇલ અપડેટ કરવા માટેનો કેમ્પ રાખવામાં આવેલ છે. આ કેમ્પમાં કોઈપણ ટોકન લીધાં વગર તુરંત આધાર કાર્ડમાં મોબાઇલ અપડેટ કરી આપશે લીન્ક કરવા માટે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ અને મોબાઇલ અને રૂપિયા 50 ફી સાથે રાખવાના રહેશે આથી દરેક મોરબીની જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા જાહેર આમંત્રણ છે.મોરબીની જનતાને આધાર કાર્ડ લીન્ક કરવા માટે કોઈને પણ તકલીફ ન પડે તે હેતુથી સવારે 8 થી બપોરે 1 સુધી મેઈન પોસ્ટ ઓફિસ મોરબી ખાતે આ કેમ્પનું પોસ્ટ વીભાગ દ્વારા આયોજન ગોઠવેલ છે તેમ બ્રાન્ચ મેનેજર આઈપીપીબી એમડીજી પીયુષ કમલે યાદીમાં જણાવેલ છે.