નખત્રાણામાં કરાં પડ્યા, અંજારમાં ધોધમાર 2 ઇંચ કમોસમી વરસાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-03-2023

આજે વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ અંજાર, નખત્રાણા વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. અંજાર પૂર્વે પશ્ચિમ કચ્છના અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના વિવિધ ગામોમાં આજે ગાજ વીજ સાથે કરા સાથે વરસાદ પડ્યો હતો. જયારે મોરબી સહિતના મોટાભાગના વિસ્તારોમાં ધાબડયું વાતાવરણ જોવા મળ્યું હતું.