મારુ કંસારા સોની સમાજનું ગૌરવ: દિવ્ય ભાવેશભાઈ બારમેડાએ બીએસસી ફિઝિક્સની ડીગ્રી બબ્બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-03-2023

વડોદરાની વિખ્યાત એમ. એસ. યુનિવર્સિટીના તાજેતરમાં યોજાયેલા પદવીદાન સમારોહમાં વ્ય ભાવેશભાઈ બારમેડાએ બીએસસી ફિઝિક્સની ડીગ્રી બબ્બે ગોલ્ડ મેડલ સાથે મેળવી સમાજ અને જ્ઞાતિમાં ગૌરવરૂપ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હાલ જર્મનીમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ ચાલુ છે. તેઓએ એક ગોલ્ડ મેડલ છેલ્લા વર્ષમાં યુનિ. માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો અને બીજો ગોલ્ડ મેડલ અભ્યાસના ત્રણેય વર્ષમાં યુનિ.માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ મેળવેલ છે. તેઓને સૌ શુભેચ્છકો દ્વારા ઉજ્જવળ કારકિર્દી અને ભવિષ્ય માટે તેઓને ખૂબ ખુબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.